Abtak Media Google News

અમેરિકન કંપનીઓને ભારતીય અર્થવ્યવસ્થા ઉપર અતૂટ વિશ્વાસ

ભારતનું અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં આવી રહ્યું છે. સરકાર અત્યારે બે જ મુદાનો કાર્યક્રમ ચલાવી રહી છે. એક તો અર્થતંત્રને મજબૂત કરવું અને બીજું કે આતંકવાદીઓનો ખાત્મો બોલાવવો. આ બન્ને મૂદા ઉપર સરકાર વર્ષ 2024ની ચૂંટણી લડવા ઈચ્છે છે.

ભારતનું અર્થવ્યવસ્થાને 30 ટ્રીલિયન ડોલરનું કદ આપવા માટે સરકાર કમર કસી રહી છે. આ માટે સરકારે વિદેશી રોકાણ વધારવા પણ વિવિધ પગલાં લીધા છે. આ ઉપરાંત સરકારે બેલેન્સ ઓફ ટ્રેડને સરખું કરવા માટે પણ અનેક ફેરફારો કર્યા છે. સરકારે આયાત ઓછી કરવા સોના ઉપર ડ્યુટી વધારવાનું પણ પગલુ લીધું છે. બીજી તરફ સરકારે નિકાસ વધારવા માટે પણ શક્ય તેટલા પ્રયાસ કર્યા છે.

વધુમાં તાજેતરમાં જ નાણામંત્રી નિર્મલા સીતારમને એવું કહ્યું હતું કે વૈશ્વિક સમસ્યાઓ અત્યારે યથાવત છે. આની અસર નિકાસ ઉપર ન પડે તે માટે નિકાસકારોને સરકાર પૂરતો સહકાર આપવા પ્રયત્નશીલ છે. અમેરિકન કંપનીઓ ભારતની 30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાની યાત્રામાં સહયોગ કરવા તૈયાર છે.  અતુલ કેશપ, યુએસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (યુએસઆઈબીસી), એક ભારત કેન્દ્રિત યુએસ બિઝનેસ જૂથના પ્રમુખ, કહે છે કે ભારત થોડા દાયકાઓમાં વિશ્વની સૌથી મોટી આર્થિક શક્તિ તરીકે ઉભરી આવશે.  ઘણી અમેરિકન કંપનીઓ આમાં સહભાગી બનવા તૈયાર છે.  એક સમય એવો હતો જ્યારે વૈશ્વિક જીડીપીમાં ભારતનો હિસ્સો 25 ટકાથી વધુ હતો.  તેમાં તે સ્થાન પાછું મેળવવાની ક્ષમતા છે.

2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાને વેપારી સમુદાય ગંભીરતાથી લઈ રહ્યો છે.  તેમણે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચેનો વેપાર અત્યારે 150 અબજ ડોલરનો છે, તેને 500 અબજ ડોલર સુધી પહોંચાડવા માટે લક્ષ્યાંક વધારવો પડશે.  આ માટે ભારત અને અમેરિકાએ એકબીજાના સૌથી મોટા વેપારી ભાગીદાર બનવું પડશે.  આ માટે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ઊંડો સહકાર જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.