Abtak Media Google News

સહકારી ક્ષેત્રમાં નોકરી મેળવવાની તક

સહકારી ક્ષેત્રમા ર6મી એપ્રિલથી શરુ થતાં ડિપ્લોમાં કોર્ષ માટે આવેદનો સ્વીકારી પ્રવેશ આપવાનું શરૂ કરાયું છે. તેમ સહકારી વ્યવસ્થાપન કેન્દ્રના ઇન્ચાર્જ એમ.એ. શેરસીયાની યાદીમાં જણાવાયું છે. ગુજરાત રાજય સહકારી સંઘ-અમદાવાદનાં સહકારી શિક્ષણ અને તાલીમનાં વર્ગો રાજયમાં 6 સેન્ટરોમાં ડી.સી.એમ. કોર્ષ ચલાવવામાં આવે છે જેમાં રાજકોટ કેન્દ્રનાં કાર્યક્ષેત્રનાં જિલ્લામાં રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, જુનાગઢ, કચ્છ-ભુજ, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથનો સમાવેશ થાય છે. આ કોર્ષમાં સહકારી ખાતાના દુર, સેવા, શફારી સહકારી મંડળીઓ, સહકારી બેન્કો, તાલુકા-જિલ્લા સહકારી સંઘો, બજાર સમિતિઓના કર્મચારીઓને કુશળ અને પારદર્શક વહીવટ માટે અધતન તાલીમ આ કેન્દ્રમાં આપવામાં આવે છે.આ કોર્ષ કરનારને ભવિષ્યમાં સહકારી સંસ્થાઓમાં કર્મચારી તરીકે નોકરી પણ મળવાની શકયતાઓ રહેલી છે. સહકારી ક્ષેત્રમાં આ એક મહત્વનો અતિ જરૂરી એવો મેનેજમેન્ટ કોર્ષ છે. દરેક સમવાયી સંસ્થાનાં ચેરમેન મેનેજર દ્વારા આ તાલીમમાં જોડાવવા અનુરોધ કર્યો છે. તેમજ સહકારી કાયદા અને આડિટની દ્રષ્ટિએ સહકારી સંસ્થાઓનાં દરેક બીન તાલીમી કર્મચારીઓએ આ તામીલ લેવી ફરજીયાત છે.દરેક વર્ષ દરમિયાન નવા સત્રની શરૂઆત એપ્રિલ અને ઓકટોબરમાં થાય છે. કોર્ષની મુદત તા.26-4-2021થી તા.12-9-21 સુધીની છે. આ કોર્ષ સહકાર, સહકારી સંસ્થાનાં કાયદાકીય પાસો, નાણાકીય ધિરાણ અને બેન્કિગ, સહકારી સંચાલન-વ્યવસ્થાપન, કોમ્પ્યુટર સંચાલકીય પાસાઓ, ધંધાકિય વિકાસ આયોજન વિશે જણાવાશે. સહકારી ખાતાનાં કર્મચારીઓ, દરકે પ્રકારની સહકારી મંડળીઓનાં ચાલુ પગારદાર કર્મચારીઓ જેઓ એસ.એસ.સી. પાસ હોય અને છ માસથી ચાલુ પગારે નોકરી કરતા હોય તથા સહકારી મંડળીમાં કે સંસ્થામાં નોકરીએ રાખવાની બાંહેધરી આપે તેવા ધોરણ 12 સુધી અભ્યાસ કરેલ ઉમેદવારોને પ્રવેશ મળશે ઉપરાંત ધોરણ 12 પાસ ખાનગી ઉમેદવારોને મર્યાદિત સંખ્યામાં પ્રવેશ અપાય છે. ડી.સી.એમ. કોર્ષની પરીક્ષામાં પાસ થનારને ગુજરાત રાજય સહકારી સંઘ તરફથી માર્કશીટ તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે.

આ કોર્ષ તા.26-4થી શરૂ થનાર છે પ્રવેશ મેળવવા માંગતા ઉમેદવારોએ પ્રવેશ ફોર્મ કેન્દ્રની ઓફીસેથી મેળવી તા.20-4 સુધીમાં ભરી પરત મોકલી આપવા આચાર્ય યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.