રાજકોટમાં કોરાનાના રેકોર્ડબ્રેક કેસ: પોઝિટિવ રેઇટે ચિંતા વધારી 

ગઈકાલે પોણા  બે વર્ષમાં એક દિવસમાંસૌથી વધુ ૧૩૩૬  કેસ નોંધાયા બાદ આજે બપોર સુધીમાં કોરોનાની બેવડી સદી

ગુજરાતમાં કોરોનાનો પ્રથમ કેસ રાજકોટ શહેરમાં માર્ચ ૨૦૨૦ માં નોંધાયો હતો. છેલ્લા પોણા બે વર્ષથી કોવિડ રાજકોટમાં હાહાકાર મચાવી રહ્યો ગયો છે. ગઈકાલે એક દિવસમાં કોરોનાના સૌથી વધુ કેસનો  રેકોર્ડ બન્યો હતો. ગઈકાલે દિવસ દરમ્યાન ૧૩૩૬ કેસ નોંધાયા બાદ આજે બપોર સુધીમાં ૨૦૧ કેસ નોંધાયા છે.શહેરમાં તમામ આરોગ્ય કેન્દ્ર અને ટેસ્ટિંગ બૂથ પર કોરોના ટેસ્ટિંગ માટે લોકોની લાંબી કતારો લાગેલી જોવા મળી રહી છે. બીજી તરફ પોઝિટિવિટી રેડ ૧૪ ટકાથી પણ વધી જતા ચિંતામાં વધારો થઈ રહ્યો છે જોકે કોરોના પોઝિટિવ આવતા દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા પડતા નથી જે સૌથી સારી નિશાની છે.

આજે બપોર સુધીમાં જે રીતે કોરોનાના ૨૦૦થી વધુ કેસ નોંધાયા છે તે જોતા એવું લાગી રહ્યું છે કે આજે પણ દિવસ દરમિયાન કોરોનાના કુલ કેસનો આંક એક હજારથી પણ વધુ રહેશે. મહાપાલિકા દ્રારા ગઈકાલે કરવામાં આવેલી જાહેરાત મુજબ મંગળવારે દિવસ દરમિયાન શહેરમાં કોરોનાના ૧૩૩૬ કેસ નોંધાયા છે. જે છેલ્લા પોણા બે વર્ષમાં સૌથી વધુ છે.અત્યાર સુધીમાં એક પણ વખત શહેરમાં કોરોનાના કેસનો આંક દૈનિક   ચાર આંકડાએ પહોંચ્યો નથી. ગઈ કાલે દિવસ દરમિયાન ૯૧૫૧ લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જે પૈકી ૧૩૩૬ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

પોઝિટિવિટી રેટ ૧૪.૬૦એ પહોંચી જવા પામ્યો છે. જે ખરેખર ખૂબ જ ચિંતાજનક છે.ગઈકાલે ૨૪૩ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આજે બપોરે ૧૨ વાગ્યે સુધીમાં કોરોનાના વધુ ૨૦૧ કેસ નોંધાયા છે.જેને કારણે મહાપાલિકામાં દોડધામ મચી જવા પામી છે.ટેસ્ટિંગ બૂથ પર લોકોની લાઈનો ફરી લાગવા લાગી છે.જેને ધ્યાનમાં રાખી હવે ટેસ્ટીંગ  બુથનો સમય  વધારી દેવામાં આવી છે.

કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું હોય તેને કાબૂમાં લેવા માટે આગામી દિવસોમાં કેટલાક કડક નિયંત્રણ મુકવા માં આવે તેવી શક્યતા નકારી શકાતી નથી. રાજ્યમાં પણ ગઈકાલે કોરોનાના ૧૭ હજારથી વધુ કેસ મળી આવ્યા હતા ત્રીજી શહેરમાં જે રીતે સતત વધી રહ્યું છે તેનાથી ચિંતામાં પણ વધારો થઇ રહ્યો છે.