કોરાનાનો પુન; પગરવ, ચેતતા નર સદા સુખી….!!!

વિશ્ર્વ આખાને ધમરોળી નાખનાર કોરોના સામે  જંગ જીતીગયા ના આત્મવિશ્વાસ અતિરેક ન બને તે માટે હવે ફરીથી સાવધાની રાખવી આવશ્યક છે શાળા વિદાય ઉનાળો આવી રહ્યું છે ત્યારે ફરીથી કોરોના ના ઉઠલા જોવા આ વાયરામાં કોરોના ના કેસ ફરીથી સપાટી પર આવી રહ્યા છે ત્યારે સામૂહિક બેદરકારી રાખ્યા વગર ફરીથી સચેત બની જવું પડશે, પ્રથમ વાયરામાં જનતા કરફ્યુ લોક ડાઉન અને સોશ્યલ ડિસ્ટન્સ દ્વારા આ બીમારી પર સારું એવો કાબુ મેળવવામાં સહિયારા પ્રયાસો સફળ થયા હતા હવે તો કોરોના ની રસીપણ બજારમાં આવી ગઈ છે, અલબત્ત સાથે સાથે ગુરુના એ પણ પોતાના મૂળભૂત લક્ષણો ગુણધર્મને તાસીરમાં ફેરફાર કરીને નવું રૂપ ધારણ કરી લીધું છે તેવા સંજોગોમાં અગાઉની જેમ ફરીથી આ મહામારી સામે સાવચેતી અને ખાસ કરીને જરા પણ બેવકૂફી ન થવી જોઈએ તેની સચેતતા આવશ્યક છે ભારતમાં કોરોના ને કાબુમાં લેવા માટે આર્થિક વ્યવસાય પ્રવૃત્તિઓની સાથે સાથે લાંબો સમય સુધી શૈક્ષણિક સંકુલો બંધ રાખવા જેવી ચોકસાઈ નો ખૂબ મોટો ભોગ અપાયો છે ત્યારે આ મહેનત પાણીમાં ન જાય તે માટે હવે અતિ આવશ્યક એવી સાવચેતી માં જરા પણ બાંધછોડ ન કરવી જોઈએ, ટોળા શાહી અને સમૂહમાં ભેગા થવાની બેવકૂફ અને હવે કંઈ ન થાય તેવી માનસિકતા ગંભીર પરિણામો લાવી શકે છે કોરોના એ રૂપ બદલી લીધું હોવાની હકીકતો સામે પણ સાવચેત રહેવું જરૂરી છે કોરોના ની અસર અને લક્ષણો બદલાયા છે કોરોનો ની સારવાર પહેલા ચોકસાઈ પૂર્વક તેનું પરીક્ષણ કરવાની જાગૃતિ દાખવવી પડશે અગાઉની જેમ લક્ષણો હોય એવા વ્યક્તિઓને પણ કોરોનાપોઝિટિવ આવે છે ફરીથી આ બીમારી સામે સાવચેતી રાખવી પડશે જો બેદરકારી થશે તો તેની કિંમત સમાજ આખા ને ભોગવી પડશે કોરોનાના આ નવા વાયરા સામે સામૂહિક સાવચેતી હવે અનિવાર્ય બની છે