Abtak Media Google News

વિશ્ર્વની વિરલ વિભૂતિ, પરમ પવિત્ર, ચિન્મય ચિંતામણી શ્રીમદૃ્ રાજચંદ્રજીના ૧૫૦મા જન્મજયંતી વર્ષની ૧૪ નવેમ્બર, ૨૦૧૬, કાર્તિક પૂર્ણિમાના પાવન દિૃનથી શરૂઆત થઈ છે. તો સામગ્ર વર્ષ દૃરમ્યાન તેઓના પરમ ભક્ત પૂજ્ય ગુરુદવરાકેાભાઈ દ્વારા રચિત લેખમાળાના બાવન પુષ્પોથી આપણા જીવનને સુગંઘિત કરીએ, જ્યોર્તિમય કરીએ. પ્રસ્તુત છે શ્રીમદૃ્ રાજચંદ્રજીના અખંડ પ્રચંડ સાધના‚પ જીવનની યશોગાથા.

વિશ્ર્વની વિશાળ ધરા ઉપર અને ખાસ તો ભારતની પુણ્ય-ભૂમિ ઉપર અનેક મહાપુરુષો, અનેક મહાત્માઓ, અનેક મહાજ્ઞાનીઓ અતીત કાળે થઈ ગયા છે, સાંપ્રત કાળે થાય છે અને અનાગત કાળે થશે; પરંતુ તે સર્વમાં પણ આત્મશુદ્ધિની વિશાળ ક્ષિતિજોને પાર કરી હાય, સ્વપરકલ્યાણની ગગનસ્પર્શી ઊંચાઈને આંબી હોય એવા પરમ પુરુષો તો અતિ અતિ  વિરલ જ થયા છે, થાય છે અને થશે.

પરમ કલ્યાણમૂર્તિ શ્રીમદૃ્ રાજચંદ્રજી આવી અતિ વિલક્ષણ વિભૂતિઓમાંના એક મહાશ્રેષ્ઠ યુગપુરુષ છે. વર્તમાન યુગના દિૃવ્થ યુગાવતાર, સર્મ જ્યોતિર્ધર, મૂર્તિમાન અધ્યાત્મ, સહજ સ્વ‚પનિષ્ઠ અને તીવ્ર પ્રજ્ઞાવંત એવા આ પરમ અલૌકિક સંતપુરુષનું તત્ત્વજ્ઞાનના ઇતિહાસમાં વિશિષ્ટ ગૌરવવંતું તા ચિરંતન સન છે. સાંપ્રત શતાબ્દૃીમાં આધ્યાત્મિક વિકાસની ઉચ્ચતર શ્રેણીને પ્રાપ્ત કરી, જીવન્મુક્તદૃશા પામનાર, અનેક વિશ્ર્વવિખ્યાત સંત-વિભૂતિઓની હરોળમાં મૂકી શકાય એવા શ્રીમદૃ્ રાજચંદ્રજી અનુપમ જ્ઞાનભાસ્કર છે.

તત્ત્વજ્ઞાનના ઉપવનમાં પોતાની અનેરી સિદ્ધિસુવાસી આગવું સન પ્રાપ્ત કરનાર આ સુપ્રભ સુમનશ્રેષ્ઠમાં અનેક વિશિષ્ટતાઓનો આવિર્ભાવ અલ્પ વયી જ વા લાગ્યો હતો. બાળપણી ભક્તિ, વૈરાગ્ય અને જ્ઞાનના રંગે રંગાયેલ આ મહાપુરુષ જન્મજાત શીઘ્રકવિ, લોકોત્તર સ્મરણાક્તિધારક, સંનિષ્ઠ સમાજ સુધારક, ભારતની સંસ્કૃતિના પ્રખર સર્મનકાર, અધ્યાત્મના પ્રયોગવીર અને અનેકવિધ અતીન્દ્રિય જ્ઞાનના સ્વામી હતા. શ્રીમદૃ્ અતુલ્ય શતાવધાની હતા, સિદ્ધ જ્યોતિષી હતા, કુશળ બોધદૃાતા હતા, મધુરભાષી વક્તા હતા અને નિર્મળ ચારિત્રવાન હતા. તેઓની અસાધારણ પ્રતિભા, ર્સ્મૃતિ, મર્મજ્ઞતા, કવિત્વાક્તિ, કલ્પનાાક્તિ, તર્કપટુતા, નિર્ભયતા, સરળતા, નિર્મળતા, પ્રજ્ઞા વગેરે અનેકાનેક અદૃ્ભુત ગુણોની ભારોભાર પ્રશંસા અનેક સુવિખ્યાત વિદ્વદ્વર્યોએ કરી છે.

ચમત્કારપ્રિય જનોને આશ્ર્ચર્યમાં ગરકાવ કરી મૂકે એવી વિધવિધ ક્ષેત્ર સંબંધી શ્રીમદૃ્ની અનેક શક્તિઓનો ઉલ્લેખ તા તેમની લોકોત્તરતાને પ્રમાણિત કરે એવા ઘણા ઘણા પ્રસંગો તેમના જીવનવૃત્તાંતમાંથી મળી આવે છે. જો કે અર્વાચીન કાળના પ્રમ પંક્તિના આધ્યાત્મિક મહાપુરુષોમાં શ્રીમદૃ્નું જે અનોખું ગૌરવપૂર્ણ પદૃ છે તે માત્ર આ વિશિષ્ટ ગુણાવલિના કારણે નહીં, પરંતુ અન્ય શ્રેષ્ઠતર વિશેષતાઓના કારણે તેમને પ્રાપ્ત યું છે.

શ્રીમદૃ્ રાજચંદ્રજી સંતપણાની ઉત્તમ કોટિને વરેલા દિૃવ્ય પુરુષ હતા, પરંતુ ભારતના અન્ય સંતો-મહાત્માઓ કરતાં તેમના જીવનની ભાત નિરાળી હતી. પ્રાચીન ભારતીય સંસ્કૃતિકાળમાં અનેક ઋષિઓ અને ક્રાંતદ્રષ્ટાઓ થઈ ગયા, જેમણે સંસારમાયા અને વૈભવવિલાસી દૂર રહી, આશ્રમમાં કે અરણ્યમાં આરાધના કરી પરમપદૃને પ્રાપ્ત કર્યું હતું; જ્યારે શ્રીમદૃ્ તો ગૃહસશ્રમી હતા અને જીવનનો મહત્કાળ તેમણે વ્યવસાય-વ્યવહારની પ્રવૃત્તિમાં પસાર કર્યો હતો. સંસારની ઉદૃયગત જવાબદૃારીઓ તેમણે લગભગ જીવનના અંતકાળ પર્યાંત વહન કરી હતી. આમ છતાં આ બધી ઉપાધિઓના કીચડી અસ્પૃષ્ટ – નિર્લેપ એવું તેમનું જીવનકમળ પાંગર્યું હતું. ભરત ચક્રવર્તી અને જનક રાજાએ સંસાર વચ્ચે રહીને પ્રાપ્ત કરેલ વિદૃેહી દૃશાનો પુણ્યોલ્લેખ પ્રાપ્ત થાય છે; તેવી રીતે શ્રીમદ્દ ગૃહસ્જીવન ગાળીને, સંસારવ્યવહારમાં પૂરી કસોટીએ ચઢીને, ઉપાધિમધ્યે અલિપ્ત રહીને, કર્તવ્ય- ચ્યુત યા વિના પરમહંસપદૃ પ્રાપ્ત કર્યું, પોતે તર્યા અને અનેકને તાર્યા. અર્વાચીન વિશ્ર્વના ઇતિહાસમાં આ એક નોંધપાત્ર વિરલ ઘટના છે. મુનિશ્રી પુણ્યવિજયજી (જિજ્ઞાસુ) લખે છે કે દ્ર

“શ્રીમદૃે મોહના ઘરમાં રહીને જ મોહને જર્જરિત કર્યો! એ તો એમના જેવા અપવાદૃરૂપ અસાધારણ ઓલિયા ધીર પુરુષ જ કરી શકે.’

“આ પુરુષે ધાર્મિક બાબતમાં મારું હૃદૃય જીતી લીધું અને હજુ સુધી કોઈ પણ માણસે મારા હૃદૃય પર તેવો પ્રભાવ પાડયો ની. મેં બીજે સ્ળે કહ્યું છે કે મારું આંતરિક જીવન ઘડવામાં કવિ સો રસ્કિન અને ટૉલ્સટોયનો ફાળો છે; પણ કવિની અસર મારા ઉપર વધુ ઊંડી છે કારણ કે હું કવિના પ્રત્યક્ષ ગાઢ પરિચય અને સહવાસમાં આવ્યો હતો.’

“આપણે સંસારી જીવો છીએ ત્યારે શ્રીમદૃ્ અસંસારી હતા. આપણને અનેક યોનિઓમાં ભટકવું પડશે ત્યારે શ્રીમદૃ્ને કદૃાચ એક જન્મ બસ ાઓ. આપણે કદૃાચ મોક્ષી દૃૂર ભાગતા હોઈશું ત્યારે શ્રીમદૃ્ વાયુવેગે મોક્ષ તરફ ધસી રહ્યા હતા.’

આ કાળમાં ધર્મનું સત્ય સ્વરૂપ જેમણે પ્રગટ કર્યું અને યર્થાથ આત્મભાવે જેઓ જીવ્યા એવા પ્રાત:સ્મરણીય શ્રીમદૃ્ રાજચંદ્રજીની જીવનસાધના તા તેમના ઉદૃાત્ત વિચારો અને સદૃ્ગુણો ખૂબ પ્રેરણાદૃાયી છે. અત: આત્મસિદ્ધિના પંથે વિચરવા અર્થે તેઓશ્રીના પાવનકારી જીવનનું વિહંગાવલોકન કરીએ. (ક્રમશ:)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.