Abtak Media Google News

અમદાવાદમાં એક વ્યકિતને કોરોના ભરખી ગયો: રાજકોટ શહેર જીલ્લામાં 60 સંક્રમિત: એકિટવ કેસનો આંક 5675 એ આંબ્યો

રાજયમાં તહેવારોની સીઝનમાં ફરી કોરોના ભુરાયો થયો છે. સોમવારે એક દિવસ કેસમાં થોડો ઘટાડો નોંધાયા બાદ મંગળવારે કોરોનાએ ફરી માથુ ઉચયું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં નવા 164 સહિત રાજયમાં ગઇકાલે કોરોનાના 889 કેસ નોંધાયા હતા. અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં એક વ્યકિતનું મોત નિપજયું હતુ. એકિટવ કેસનો આંક 5675 પહોચ્યો છે. જે પૈકી 11 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 5664 દર્દીઓની હાલત સ્થીર છે. જે રીતે કોરોનાના કેસમાં સતત વધારો નોંધાય રહ્યો છે. તેનાથી ચિંતા પણ થોડી વધી રહી છે. બે વર્ષ બાદ મોટી છુટછાટ આપતા આ વર્ષે સાતમ-આઠમના તહેવારોમાં મેળા યોજવાની પણ છુટછાટ આપવામાં આવી છે. દરમિયાન જે રિતે કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. તે જોતા એવું લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં નિયંત્રણો થોડા કડક બનાવવામાં આવે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી.

ગઇકાલે રાજયમાં કોરોનાના નવા 889 કેસ નોંધાયા હતા. શહેરી વિસ્તારોમાં કોવિડ સંક્રમણમાં ચિંતાજનક હદે વધારો થઇ રહ્યો છે. અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં નવા 315 કેસ, વડોદરો કોર્પોરેશન વિસ્તારમાં 64 કેસ, સુરત કોર્પોરેશનમાં પર કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 41 કેસ, ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં ર7 કેસ, ભાવનગર કોર્પોરેશન વિસ્તારમાં 13 કેસ, જામનગર કોર્પોરેશન વિસ્તારમાં નવો એક કેસ નોંધાયો છે.આ ઉપરાંત મહેસાણા જીલ્લામાં 46 કેસ, પાટણ જીલ્લામાં 44 કેસ, વડોદરા જીલ્લામાં 31 કેસ, કચ્છ જીલ્લામાં ર4 કેસ, સાબરકાંઠા જીલ્લામાં રર કેસ, નવસારી જીલ્લામાં ર0 કેસ, રાજકોટ જીલ્લામાં 19 કેસ, સુરત જીલ્લામાં 19 કેસ, આણંદ જીલ્લામાં 16 કેસ, અમરેલી જીલ્લામાં 14 કેસ, ખેડા જીલ્લામાં 13 કેસ, વલસાડ જીલ્લામાં 13 કેસ, મોરબી જીલ્લામાં 11 કેસ, અમદાવાદ જીલ્લામાં 9 કેસ, ભરુચ જીલ્લામાં 9 કેસ, ગાંધીનગર જીલ્લામાં 9 કેસ, પોરબંદર જીલ્લામાં 9 કેસ, બનાસકાંઠા જીલ્લામાં 8 કેસ, ભાવનગર જીલ્લામાં 4 કેસ, સુરેન્દ્રનગર જીલ્લામાં ચાર કેસ, અરવલ્લી જીલ્લામાં 3 કેસ, દેવભુમિ દ્વારકા જીલ્લામાં 3 કેસ, ગીર સોમનાથ જીલ્લામાં 3 કેસ, તાપી જીલ્લામાં 3 કેસ, બોટાદ જીલ્લામાં ર કેસ, જામનગર જીલ્લામાં બે કેસ, જુનાગઢ જીલ્લામાં ર કેસ, દાહોદ જીલ્લામાં 1 એક  અને પંચમહાલ જીલ્લામાં એક કેસ નોંધાયો છે.

હાલ રાજયમાં 5675 એકિટવ કેસ છે જે પૈકી માત્ર 11 દર્દીઓ જ વેન્ટીલેટર પર છે નવા કેસમાઁ સતત વધારો થઇ રહ્યો છે પરંતુ હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેવા દર્દીની સંખ્યા ખુબ જ ઓછી છે જે સૌથી મોટી રાહત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.