Abtak Media Google News

સૌરાષ્ટ્રમાં કોરોનાએ કાળો કહેર મચાવ્યો છે. કેસમાં ધરખમ વધારો નોંધાતો જઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં 164 કેસો નોંધાયા છે. સૌથી વધુ 164 કેસ રાજકોટ જિલ્લામાં નોંધાયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે બોટાદ અને પોરબંદરની સ્થિતિ સૌરાષ્ટ્રમાં સૌથી સારી હોવાનું નોંધાયું છે.

રાજ્યભરમાં કોરોનાના કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1790 કેસો સામે આવ્યા છે. જ્યારે બીજી તરફ 1277 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રની સ્થિતી જોઈએ તો સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં 295 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ રાજકોટ જિલ્લાના છે. રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 130 કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 34 કેસો નોંધાયા છે. આમ કુલ 164 કેસ નોંધાયા છે. સામે શહેરમાં 80 અને ગ્રામ્યમાં 13 મળી કુલ 93 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સામે કોરોનાને નાથવા શહેર અને જિલ્લામાં કુલ 10,680 લોકોનું વેકસીનેશન પણ કરવામાં આવ્યું છે.

જામનગરની સ્થિતિ જોઈએ તો શહેરમાં 22 અને ગ્રામ્યમાં 13 મળી કુલ 35 કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 12 અને ગ્રામ્યમાં 6 મળી 18 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સામે 6624 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. આવી જ રીતે ભાવનગરની સ્થિતિ જોઈએ તો શહેરમાં 27 અને ગ્રામ્યમાં 11 મળી કુલ 38 કેસ નોંધાયા છે. શહેરમાં 16 અને ગ્રામ્યમાં 3 મળી કુલ 19 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 9561 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. જૂનાગઢની સ્થિતિ અન્ય જિલ્લાના પ્રમાણમાં સારી છે. અહીં શહેરમાં 6 અને ગ્રામ્યમાં 2 મળી કુલ માત્ર 8 કેસ જ નોંધાયા છે. 4847 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે.

જ્યારે દેવભૂમિ દ્વારકામાં 7 કેસ નોંધાયા છે. 2545 લોકોને વેકસીન પણ અપાઈ છે. ગીરસોમનાથ જિલ્લામાં 6 કેસ નોંધાયા છે. સામે 5 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 2772લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાં 12 કેસ નોંધાયા છે. સામે 10 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે અને 3782 લોકોનું વેકસીનેશન કરાયું છે. અમરેલી જિલ્લામાં 14 કેસ નોંધાયા છે. 2 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે અને 3505 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 8 કેસ નોંધાયા છે. 2 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે અને 3600 લોકોને વેકસીન આપવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં સૌથી ઓછા કેસ પોરબંદર અને બોટાદ જિલ્લામાં નોંધાયા છે. બોટાદમાં માત્ર એક કેસ જ નોંધાયો છે. જ્યાં 1666 લોકોને વેકસીન પણ અપાઈ છે. જ્યારે પોરબંદર જિલ્લામાં માત્ર બે જ કેસ નોંધાયા છે. સામે 2250 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે.

રાજકોટમાં 24 કલાકમાં 6 દર્દીઓના મોત

રાજકોટ જિલ્લામાં કોરોનાનું કાળચક્ર ફરી વળ્યું છે. તા.23ને સવારે 8 વાગ્યાથી તા.24ને સવારે 8 વાગ્યા સુધીમાં જિલ્લામાં 6 કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત નિપજ્યા છે. આ તમામ દર્દીઓ કોરોનાગ્રસ્ત હતા એટલે આરોગ્ય વિભાગે કોરોનાથી થયેલા મોતની યાદીમાં આ 6 મોતને દર્શાવ્યા છે. હજુ પણ ડેથ કમિટી દ્વારા આ મામલે તપાસ કરવામાં આવશે ત્યારબાદ મૃતક દર્દીઓનું મોત કોરોનાથી થયું હતું કે બીજા કોઈ કારણથી તે જાહેર થશે.

શહેર/ગ્રામ્યકેસડિસ્ચાર્જરસીકરણ
રાજકોટ1649310680
જામનગર35186624
ભાવનગર38199561
જૂનાગઢ884847
દેવભૂમિદ્વારકા702545
ગીરસોમનાથ652772
મોરબી12103782
અમરેલી1423505
સુરેન્દ્રનગર823600
પોરબંદર202250
બોટાદ101666
કુલ29515751832

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.