Abtak Media Google News
એક્ઝિક્યુટિવ એન્જી. બી.એમ.શાહ, ખીરસરીયા, ડે. એન્જી. જે.યુ.ભટ્ટ, એસ.ડી. ઝાલા સહિતના અધિકારીઓ પણ થયા સંક્રમિત

અબતક, રાજકોટ

રાજકોટની વીજ કચેરીઓમાં કોરોના બૉમ્બ ફૂટ્યો છે. છેલ્લા 24 કલાકમાં 66 વીજકર્મીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં એક્ઝિક્યુટિવ એન્જી. બી.એમ.શાહ, ખીરસરીયા, ડે. એન્જી. જે.યુ.ભટ્ટ, એસ.ડી. ઝાલા સહિતના અધિકારીઓ પણ સંક્રમિત થયા છે.

રાજકોટમાં સરકારી કચેરીમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ખાસ તો વીજ કચેરીઓમાં કોરોનાના કેસ સૌથી વધુ નોંધાયા છે. અગાઉ પણ અનેક વીજ કર્મચારીઓ સંક્રમિત થયા બાદ છેલ્લી 24 કલાકમાં તો રીતસરનો કોરોના વિસ્ફોટ થયો છે. એક સાથે 66 અધિકારીઓ અને કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

Screenshot 1 1

પીજીવીસીએલમાં ફરજ બજાવતા એક્ઝિક્યુટિવ એન્જી. બી.એમ.શાહ, ખીરસરીયા, ડે. એન્જી. જે.યુ.ભટ્ટ, એસ.ડી. ઝાલા સહિતના અધિકારીઓ પણ સંક્રમિત થયા છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ચેકીંગ ડ્રાઇવ ચાલી રહી હતી. તેમાં પણ અધિકારીઓ અને કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થવાની ભીતિ સેવાઈ રહી હોય, યુનિયને આ ચેકીંગ ડ્રાઇવ મોકૂફ રાખવા મેનેજિંગ ડિરેક્ટરને રજુઆત કરી હતી. સામે મેનેજીંગ ડિરેક્ટર વરુણકુમાર બરનવાલે અધિકારીઓ અને કર્મચારીઓની સુરક્ષાને ધ્યાને લઈને આ ચેકીંગ ડ્રાઇવ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.