Abtak Media Google News

જામનગર જિલ્લામાં કોરોનાનાને લઈ થોડા રાહતના સમાચાર આવ્યા છે. ગઈકાલે વધુ એકવાર નવા કેસ કરતા ડીસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા વધુ આવી છે. જિલ્લામાં 511 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 574 દર્દીઓ કોરોનાને માત આપવામા સફળ રહ્યા છે.જો કે, કોરોનાની સારવાર દરમિયાન દર્દીઓના મોતના આંકડામાં નજીવો ઘટાડો જ નોંધાયો છે. 305 કેસ શહેરી વિસ્તારમાં તો 206 કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે. કોરોનાના કહેર વચ્ચે રાહતની વાત એ છે કે, છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જિલ્લામાં 574 દર્દી કોરોનાને માત આપવામા સફળ રહ્યા છે.જ્યારે ગઈકાલે 45 વર્ષથી ઉપરના રસીકરણ માટેની અગત્યની સુચના આપવામાં આવી હતી જેમાં 45 વર્ષથી ઉપરના લોકોએ પ્રથમ ડોટ કોવિશિલ્ડનો લીધેલ હોય તેઓને 28 દિવસ પછી લેવાનો થતો હોય પરંતુ સરકારની ગાઈડલાઈન મુજબ પ્રથમ ડોઝ લીધા બાદ 42 દિવસ પછી બીજો ડોઝ લેવાની સુચના આપવામાં આવી હતી. શહેરમાં અત્યાર સુધીમાં 3 લાખ 57 હજાર 371 લોકોના અને ગ્રામ્ય વિસ્તારમાં 2 લાખ 64 હજાર 532 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. રાજ્યના જે 10 જિલ્લામાં 18 વર્ષથી મોટી ઉમરના લોકોને રસી આપવાનો નિર્ણય કરાયો છે તેમાં જામનગરનો પણ સમાવેશ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.