જિલ્લામાં કોરોનાનો કહેર ઘટ્યો:શહેરમાં ચરમસીમાએ

ગઈકાલે શહેરમાં કોરોનાના ૧૦૪ કેસ જ્યારે જિલ્લામાં માત્ર ૨૭કેસ નોંધાયા:આજે બપોર સુધીમાં વધુ ૨૫ લોકો સંક્રમિત

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાનું સંક્રમણ ઘટયું હોવાનું આંકડા બોલી રહ્યા છે તો બીજી તરફ રાજકોટ જિલ્લા માં કોરોનાનો કહેર ચોકકસ ઘટયો છે પરંતુ શહેરી વિસ્તારમાં ચરમસીમા પર છે. ગઈકાલે જિલ્લામાં કોરોનાના માત્ર ૨૭ કેસ નોંધાયા હતા જ્યારે મહાપાલિકા વિસ્તારમાં ૧૦૪ કેસ નોંધાયા હતા. આજ બપોર સુધીમાં રાજકોટમાં વધુ ૨૫ લોકો કોરોનાથી સંક્રમિત થયા હોવાનું જાહેર કરાયું છે. આ સાથે કુલ કેસ નંબર આંક ૧૨૫૦૮ પહોંચી ગયો છે. રિકવરી રેટ પણ હવે ૯૨ ટકા છે ઘટી નીચે આવી  ગયો છે. જિલ્લામાં કોરોનાનું સંકરણ ઘટી રહ્યું છે. ગઈકાલે માત્ર ૨૭ નોંધાયા હતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોવિડ અને નોન કોવિડથી રાજકોટ શહેર અને જિલ્લામાં પાંચ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા.અંતિમ રિપોર્ટ ઓડિટ કમિટીનો માન્ય રહેશે. ગઈકાલે કોરોનાથી શહેરમાં એક પણ વ્યક્તિનું મોત નીપજ્યું ન હોવાની જાહેરાત ડેટ ઓડિટ કમિટી દ્વારા કરવામાં આવી છે. હાલ શહેરના ૭૧ વિસ્તારો માઈક્રો ક્ધટેન્ટઈનમેન્ટ ઝોન હેઠળ છે કોવિડ હોસ્પિટલ ૨૦૮૬ બેડ ખાલી છે.

એક તરફ જિલ્લામાં કોરોના નું સંક્રમણ ઘટી રહ્યું છે તો બીજી તરફ શહેરમાં કોરોના સંક્રમણ ચરમસીમા પર પહોંચી રહ્યું છે.