કોરોનાને નથી રહ્યો ઉંમરનો બાધ, ચાર મહિનાનું બાળક પોઝિટિવ

કોઈ પણ જાતની શરમ સંકોચ રાખ્યા વિના કોરોના ખુબ તેઝ ગતિથી આગળ વધી રહ્યો છે. કોરોનાની તેઝ ગતિથી કોઈ પણ ઉમરના લોકો બચી શક્યા નથી, તે પછી ભલે કોઈ વૃદ્ધ હોય કે નાનું બાળક બધાને તેનો શિકાર બનાવે છે.

કોરોના સંક્રમણ અને રોગ ના લક્ષણો કાચિડાના રંગની જેમ રંગ બદલી રહ્યા છે. કોવિડ સેન્ટરમાં ચાર મહિનાના કોરોના પોઝિટિવ બાળકની સારવાર દરમિયાન જનેતાતો ઠીક પરંતુ સારવાર કરનાર ડોક્ટર અને નર્સોથી કુદરતને અનાયાસે પુછાય જાય છે કે આ માસૂમ બાળકને કોની ભૂલની સજા.