ક્રિસ્મસ અને ન્યુયરને કોરોનાનું ગ્રહણ: આ તમામ રાજ્યોની સરકારે લગાવ્યો પ્રતિબંધ

ભારત દેશ પહેલાથી જ કોરોના મહામારીનો સામનો કરી રહ્યો છે. તેમાં હવે દક્ષિણ આફ્રિકા અને યુકેમાં કોરોના વાયરસનાં નવા સ્ટ્રેન મળ્યા બાદ તેની અસર ભારતમાં ક્રિસમસની ઉજવણીમાં પણ દેખાશે.આ સ્ટ્રેન હજી ભારતમાં આવ્યો તો નથી પરંતુ રાજ્ય સરકાર પહેલાથી જ સતર્ક થઇને કેટલાક રાજ્યોમાં તેમણે નાઇટ કરફ્યુ લગાવ્યું છે. તો જાણીએ કયા રાજ્યોમાં કેટલા વાગ્યા સુધી નાઇટ કરફ્યુ લગાવવામાં આવ્યું છે :

૧. રાજસ્થાન :
જ્યાં એક લાખથી વધુ લોકોની આબાદી છે એવા રાજસ્થાનમાં ૩૧ ડિસેમ્બરના દિવસે રાજસ્થાન સરકારે નાઇટ કરફ્યુનું એલાન જાહેર કર્યું છે.આ કરફ્યુ રાતના ૮ વાગ્યાથી શરૂ થઇને સવારના ૬ વાગ્યા સુધી રહેશે.સાંજના સાત વાગ્યાથી બધી બજારને બંધ કરી દેવામાં આવશે ઉપરાંત ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ રહેશે .

૨. કર્ણાટક :

નવા સ્ટ્રેનને લઈને આગળ જતાં રાજ્યને કોઈ બીજી મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેના માટે કર્ણાટક સરકારે કરફ્યુનું ફરમાન જાહેર કર્યું છે.આ કરફ્યુ ૨૨ ડિસેમ્બરથી ૧ જાન્યુઆરી સુધી રહેશે.જે રાતના ૧૧ વાગ્યાથી શરૂ થઇને સવારના ૫ વાગ્યા સુધી લાગુ કરવામાં આવે છે.

૩. મહારાષ્ટ્ર :

મહારાષ્ટ્રમાં કરફ્યુ ૨૨ ડિસેમ્બરથી લઈને ૫ જાન્યુઆરી સુધીનું રાખવામાં આવ્યું છે.મહારાષ્ટ્ર સરકારે રાતના ૧૧ વાગ્યાથી લઈને સવારનાં ૬ વાગ્યા સુધી નાઇટ કરફ્યુનું ફરમાન જાહેર કરવામાં આવ્યું છે .

૪. તમિલનાડુ :

તમિલનાડુમાં કોઈ કરફ્યુ લગાવવામાં આવ્યું નથી પરંતુ 31 ડીસેમ્બર અને એક જાન્યુઆરીના દિવસે તમિલનાડુમાં રેસ્ટોરન્ટ ,બીચ, ક્લબ અને રિસોર્ટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

૫. દહેરાદૂન :

દહેરાદૂનમાં વહીવટીતંત્રએ ક્રિસમસ અને નવા વર્ષના દિવસે હોટલ, બાર, રેસ્ટોરન્ટ્સ અને અન્ય જાહેર સ્થળોએ સામૂહિક પાર્ટીઓ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. જો પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવામાં આવે તો તે વ્યક્તિને સજા કરવામાં આવશે. આ પ્રતિબંધ દહેરાદૂન, ઋષિકેશ અને મસૂરીમાં લાગુ થશે કારણ કે ત્યાં મોટી સંખ્યામાં લોકો ક્રિસમસની ઉજવણી કરે છે.