કોરોના ઈફેકટ: રાજકોટની સોની બજારમાં સ્વયંભુ ‘વીક એન્ડ લોકડાઉન’, બજારો સુમસામ

0
27

કોરોના કટોકટીની પરિસ્થિતિ હવે હાથ બહાર નીકળતી જતી હોય તેમ સ્વયંભુ લોકડાઉનની લહેર ફેલાઈ છે. રાજકોટમાં પણ આખો દિવસ ધમધમતી સોની બજારમાં વીક એન્ડ લોકડાઉનની સ્વયંભુ પરિસ્થિતિને લઈ બજારો સુમસામ બની ગઈ છે. શુક્ર, શનિ, રવિ એમ ત્રણ દિવસ સુધી સોની બજાર સ્વયંભુ બંધ રાખવાના વેપારીઓના નિર્ણયને પગલે સોની બજાર જડબેસલાક બંધ થઈ જવા પામી છે.

ત્રણ દિવસ સુધીના આ લોકડાઉનનો દૌર આગળ વધશે કે કેમ ? તેતો આવનારો સમય જ બતાવશે. અત્યારે તો સ્વયંભુ લોકડાઉનની પરિસ્થિતિના પગરણ રાજકોટની સોનીબજારથી શરૂ થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here