Abtak Media Google News

એ પ્રવાસીઓને આપી મોટી રાહત: જનરલ ટિકિટ પર કરી શકશે મુસાફરી

અબતક, અમદાવાદ

રેલવે મંત્રાલયે એક પ્રેસ રિલિઝ જારી કરીને જણાવ્યું કે તમામ ટ્રેનોને હવે પહેલાની જેમ કરી દેવાઈ છે અને જનરલ ડબ્બામાં પણ જુની વ્યવસ્થા ફરી શરુ કરી દેવાઈ છે. હવે પ્રવાસીઓ પહેલાની જેમ ટ્રેનમાં ટિકિટ લઈને પ્રવાસ કરી શકશે. સાથે હવે પ્રવાસીઓને જનરલ ટિકિટ લેવામાં પણ કોઈ તકલીફ નહીં પડે. નોંધનીય છે કે કોરોના મહામારી બાદ રેલવેએ ટ્રેનોમાંથી અનરિઝર્વ્ડ કોચ હટાવ્યા હતા.રેલ્વે મંત્રાલયે એક રિલીઝમાં કહ્યું કે ટ્રેનોમાં જનરલ કોચની જૂની સિસ્ટમને પુન:સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સાથે લોકો પહેલાની જેમ જનરલ ટિકિટ લઈને મુસાફરી કરી શકશે. મુસાફરો હવે મહામારી પહેલાની વ્યવસ્થાની જેમ સેક્ધડ ક્લાસ કોચમાં મુસાફરી કરવા સ્ટેશન પર જઈને જનરલ ટિકિટ ખરીદી શકશે.હોળી પહેલા રેલવે મુસાફરોને રેલ્વે દ્વારા આપવામાં આવેલ આ એક મોટી ભેટ છે. જો તમને પણ હોળી પર ઘરે જવા માટે ટ્રેનમાં રિઝર્વેશન નથી મળી રહ્યું તો તમે જલ્દી જ જનરલ ટિકિટ લઈને જનરલ ડબ્બામાં મુસાફરી કરી શકો છો.

રેલવે દ્વારા લેવામાં આવેલા આ પગલાથી હોળીના દિવસે ઘરે જતા લોકોને મોટી રાહત થશે.રેલ્વેએ કોરોના મહામારીને કારણે સોશિયલ ડિસ્ટન્સિંગ માટે ટ્રેનોમાંથી જનરલ કોચની વ્યવસ્થા કાઢી નાખી હતી. આ પછી મુસાફરોએ સેક્ધડ ક્લાસ માટે  પણ અગાઉથી રિઝર્વેશન કરાવવું પડવું હતું. જેના કારણે ખાસ કરીને ગામડાઓ અને શહેરોના લોકોને ઘણી અગવડતા પડી હતી. રેલવેના જણાવ્યા અનુસાર, હવે લાંબી મુસાફરીની ટ્રેનોની અનરિઝર્વ્ડ ટિકિટોનું વેચાણ પણ ટૂંક સમયમાં શરૂ થશે. જેના દ્વારા મુસાફરો જનરલ ટિકિટ ખરીદીને જનરલ કોચમાં મુસાફરી કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.