Abtak Media Google News

સરકારી ચોપડે રાજકોટ શહેર- જિલ્લામાં 811 કેસ : 18 કેસ સાથે પોરબંદર જિલ્લાની સ્થિતિ સૌથી સારી

રાજ્યમાં કુલ 10340 કેસ નોંધાયા, 3981 દર્દીઓ ડિસ્ચાર્જ થયા : 1.17 લાખ લોકોનું વેકસીનેશન

સૌરાષ્ટ્રમાં કોરોનાની વહી રફતાર જોવા મળી રહી છે. કોરોનાનો કહેર થોભવાનું નામ લઈ રહ્યો નથી. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1908 જેટલા કેસ સરકારી ચોપડે નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ રાજકોટ શહેર જિલ્લામાં નોંધાયા છે. જેની સંખ્યા 811 થઈ ગઈ છે.જો કે સામે પોરબંદરમાં રાહત જોવા મળી છે. અહીં સૌથી ઓછા 18 કેસ નોંધાયા છે.

રાજ્યભરમાં કોરોનાના કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 10340  કેસો સામે આવ્યા છે. જ્યારે બીજી તરફ 3981 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રની સ્થિતી જોઈએ તો સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં 1908 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ રાજકોટ જિલ્લાના છે. રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 683  કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 128  કેસો નોંધાયા છે. આમ કુલ 811 કેસ નોંધાયા છે. સામે શહેરમાં 423 અને ગ્રામ્યમાં 109 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સામે કોરોનાને નાથવા શહેરમાં 2064 અને જિલ્લામાં 777 લોકોનું વેકસીનેશન પણ કરવામાં આવ્યું છે.

જામનગરની સ્થિતિ જોઈએ તો શહેરમાં 234અને ગ્રામ્યમાં 132  મળી કુલ 366 કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 101 અને ગ્રામ્યમાં 82  મળી 183 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સામે શહેરમાં 1119 અને જિલ્લામાં 2508 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. આવી જ રીતે ભાવનગરની સ્થિતિ જોઈએ તો શહેરમાં 114 અને ગ્રામ્યમાં 84 કેસ નોંધાયા છે. શહેરમાં 72 અને ગ્રામ્યમાં 109 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. શહેરમાં 1210 અને જિલ્લામાં 1757  લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. જૂનાગઢ શહેરમાં 52 અને ગ્રામ્યમાં 70 મળી કુલ 122 કેસ જ નોંધાયા છે. જ્યારે શહેરમાં 45 અને જિલ્લામાં 84 લોકો ડિસ્ચાર્જ થયા છે. શહેરમાં 346  અને જિલ્લામાં 578 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. જ્યારે દેવભૂમિ દ્વારકામાં 60 કેસ નોંધાયા છે. 49 દર્દી ડિસ્ચાર્જ થયા છે. 1065 લોકોને વેકસીન પણ અપાઈ છે. ગીરસોમનાથ જિલ્લામાં 42  કેસ નોંધાયા છે. એક પણ દર્દી ડિસ્ચાર્જ થયા નથી. અને 2996 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાં 54 કેસ નોંધાયા છે. સામે 21 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે અને 510  લોકોનું વેકસીનેશન કરાયું છે. અમરેલી જિલ્લામાં 98  કેસ નોંધાયા છે. 76  લોકોને ડિસ્ચાર્જ કરાયા છે અને 2246 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 92 કેસ નોંધાયા છે. 21 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે અને 525 લોકોને વેકસીન આપવામાં આવી છે.

બોટાદ જિલ્લામાં 47 કેસ નોંધાયા છે. એક દર્દી ડિસ્ચાર્જ થયા છે. સામે 369 લોકોને વેકસીન આપવામાં આવી છે. જ્યારે પોરબંદર જિલ્લામાં રાહત રહી છે. અહીં સૌથી ઓછા 18 કેસ નોંધાયા છે.સામે 1090 લોકોને વેકસીન પણ આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.