Abtak Media Google News

અબતક, રાજકોટ

હાલ કોરોનાની ત્રીજી લહેર જેવી પરિસ્થિતિ છે. મોટા સાથે યુવાનો અને બાળકો પણ સંક્રમિત થઈ રહ્યા છે  ત્યારે સરકારી તંત્ર પણ તેની સામે સુસજ્જ છે. કોરોના સમયે આરોગ્ય વિભાગની કામગીરીને લોકોએ સુપેરે વધાવી છે. હાલ મોટે ભાગે ખાનગી દવાખાના નહિ પરંતુ સરકારી દવાખાનાની સારવાર થકી  લોકો પુન: સ્વાસ્થ્ય મેળવી રહ્યા છે.

આરોગ્ય કર્મીઓ કોરોના દર્દીઓ વચ્ચે રહેતા હોવા છતાં સ્વસ્થતા પૂર્વક સહયોગ પુરો પાડે છે:
પ્રોફેસર જયશ્રીબેન રાણપુરા

જેનું ઉદાહરણ છે રાજકોટનો શિક્ષિત રાણપરા પરિવાર. આ  અંગે વાત કરતા પ્રોફેસર જયશ્રીબેન જણાવે છે કે, મારા દસ વર્ષના પુત્રને ગત 10 જાન્યુઆરીના રોજ કોરોના લક્ષણો જણાતા સરકારી હોસ્પિટલમાં આર.ટી.પી.સી.આર ટેસ્ટ કરાવ્યો. જે પોઝિટિવ આવતા  ડોક્ટર્સ દ્વારા તેમને હોમ આઇસોલેશનમાં રહી સારવાર લેવા સલાહ આપવામાં આવી.

અમે લોકોએ પૂરતી સાવચેતી સાથે ડોક્ટર્સ દ્વારા આપેલી સરકારી દવા થકી સારવાર શરુ કરી. થોડા દિવસો બાદ મારી બંને દીકરીઓને પણ લક્ષણ જાણતા અમે તેમના એન્ટિજન ટેસ્ટ કરાવ્યા. જેમાં બંને પોઝિટિવ આવ્યા. ડોક્ટર્સ દ્વારા કહેવામાં આવ્યું કે તેઓને પણ ઘરે જ સારવાર થકી શારુ થઈ જશે.

બસ, ફરીથી નિશ્ચિન્ત બની અમે બંને દીકરીઓને પણ હોમ આઇસોલેશનમાં રાખી ડોક્ટર્સની સૂચા મુજબ દવા આપવાનું શરુ કર્યું.

હવે  જે વસ્તુ થી  રાણપરા પરિવાર  ખુશી  વ્યક્ત કરે છે તે છે આરોગ્ય વિભાગની  કામગીરી. જેને જણાવતા જયશ્રીબેન કહે છે કે, રોજ આરોગ્ય વિભાગમાંથી ખબર અંતર માટે ફોન આવે. તબિયત માં સુધારો હોવા  છતાં ધન્વંતરિ રથ અમારા રૂટ પર હોઈ એટલે ઘરે ચોક્કસ  આવે જ. દવા, ઓક્સિજન અને ટેમ્પરેચર ચેક કરી આપે. 104 માં ફોન કરીએ તો શાંતિથી જવાબ આપે. સ્ટાફના કોઈ વ્યક્તિને ફોન કરીયે અને તેમની ફરજ પુરી થઈ ચુકી હોવા છતાં તેઓ સ્વસ્થતાપૂર્વક જવાબ આપે.

આજે અમારા ત્રણેય સંતાનો નેગેટિવ આવી ચુક્યા છે. જેનું સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું છે.

જયશ્રીબેન આ તકે સારવાર દરમ્યાન કરવામાં આવેલી વિશેષ કાળજી અંગે  કહે છે  કે  અમારા બાળકોને માસ્ક ફરજીયાત  પહેરાવી રાખતા, રોજ ગરમ પાણી , હળદળ વાળું દૂધ , આયુર્વેદિક દવા, ઉકાળા પણ નિયમિત આપતા અને અમે  પણ પિતા હતાં.

સરકારી  કામગીરીમાં સામેલ આરોગ્ય કર્મીઓ કોરોના દર્દીઓ વચ્ચે રહેતા હોવા છતાં સ્વસ્થાપૂર્વક અમને જે સહયોગ આપ્યો છે તે ખરેખર પ્રશંસાને પાત્ર હોવાનું અંતમાં રાણપરા પરિવાર  સાથે જણાવે છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.