Abtak Media Google News

કોરોના વાયરસે વિશ્ર્વ આખાને હચમચાવી દીધું છે. વૈશ્ર્વિક મહામારીમાંથી મુકત થવા દરેક રાષ્ટ્રની સરકારો, રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સંગઠનો તેમજ વૈજ્ઞાનિકો મોટા પ્રયાસોમાં જૂટાયા છે. મોટાભાગના દેશોમાં રસીકરણ ઝુંબેશ પુરજોશમાં શરૂ થઇ ગઇ છે. ત્યારે વાત કહીએ, રસીકરણ પહેલાના તબકકાઓની તો, મસમોટા દેશો કોરોનાની ઝપેટમાં સંપડાતા ચાર-ચાર વખત લોકડાઉન લાગુ કરવાની સ્થિતિ આવી પડી હતી. અમેરિકા બ્રિટન જેવા વિકસિત દેશોને મોટી પછડાટ મળી છે. વિશ્ર્વના ટોચના ગણાતા એવા દેશો પણ કોરોના સામે નીચે પટકાયા છે. એમાં પણ કોવિડ-૧૯ના નવા સ્ટ્રેનથી સ્થિતિ અનિપંત્રિત બનતા બ્રિટનમાં હાહાકાર મચી ગયો હતો. પરંતુ આ તમામ દેશોની તુલનાએ ભારતની પરિસ્થિતિ ઘણાઅંશે સારી રહેલી જેનાથી વિશ્ર્વઆખું પરિચિત છે. વિશ્ર્વમાં સૌથી વધુ વસ્તીમાં ટોચના બીજા ક્રમે સામેલ છતા ભારતે કોરોનાને મજબૂતાઇ પૂર્વક પછડાટ આપી એ અતિ મહત્વની નોંધાનીય કામગીરી છે. સંયુકત રાષ્ટ્રએ પણ ભારતની કામગીરીના વખાણ કર્યા છે. કોરોનાના કેસને ઘટાડી મહામારીની આ પરિસ્થિતિ પર અંકુશ મેળવવા પાછળ ઘણા મહત્વના કારણો છે જે વિશે વૈજ્ઞાનિકોએ તાજેતરમાં જણાવ્યું છે કે, અમેરિકા, બ્રિટન યુએઇ જેવા દેશોની સરખામણીએ એશિયાના દેશોમાં કોરોનાના કેસ ઓછા નોંધાઇ રહ્યા છે. તે પાછળનું એક મહત્વનું કારણ પ્રોટીન પણ છે. એમાં પણ ભારતના લોકોમાં મોટા ભાગે પ્રોટીનનું પુરતુ જ જોવા મળે છે જેના કારણે ભારતમાં અન્યોની સરખામણીએ કોવિડનો ફેલાવો ઓછો છે. વૈજ્ઞાનિકોના આ તકરણ પરથી ચોકકસપણે કહી શકાય કે, ભારતીય લોકોનું પ્રોટીન પ્રમાણ કોરોના મહામારીમાં ‘રક્ષાકવચ’ તરીકે સાબિત થયું છે.

પ્રશ્ર્ચિમ બંગાળના કલ્યાણીમાં સ્થિત નેશનલ ઇન્સ્ટિીપ્યુટ ઓફ બાયોમેકિલ જીનોમિકસના વૈજ્ઞાનિકોએ કહ્યું કે, એશિયામાં શા માટે અન્ય ખંડો કરતા કોરોનાનું પ્રમાણ ઓછું છે એ ઉ૫ર અમે અભ્યાસ કર્યો. આમાં માનવ કોર્ષોમાં રહેલા પ્રોટીનનો ફાળો મહત્વનો છે. ઉમર અમેરિકા, યુરોપના લોકોમાં પ્રોટીનની ખામી સામાન્ય છે. જયારે ભારત સહિતના એશિયાઇ દેશોમાં આવું નથી. આપણે અહીં, લોકોમાં પ્રોટીનનું પુરતુ પ્રમાણ છે. માનવકોર્ષોમાં રહેલ પ્રોટીન આલ્ફા-૧ એન્ટીટ્રાપસ્પીન (એટ)નામનું બીજું પ્રોટીન ઉત્પન કરે છે. જો આ એટની ખામી હોય તો કોષોમાં કોઇપણ વાયરસ કે બેકટરિયા ઝડપભેર ફેલાય છે. અને અન્ય વ્યક્તિમાં સંક્રમણનો ખતરો વધુ વધારી દે છે. યુરોપીયન અને અમેરિકનોમાં આ એટની ઉણપના કારણે જ કોરોના વાયરસ ઝડપથી વિસ્તર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.