Abtak Media Google News

ગુજરાત કી હવા મેં વ્યાપાર હૈ…

રશિયાના વડાપ્રધાન મિખાઇલ મિશુસ્ટિન, મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ જેકિન્ટો ન્યુસી, મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ, નેપાળના વડાપ્રધાન શેરબહાદુર દેઉબા અને સ્લોવેનિયાના વડાપ્રધાન જાનેઝ જાન્સા રહેશે ઉપસ્થિત

અબતક, ગાંધીનગર : ગુજરાત કી હવા મેં વ્યાપાર હૈ… કોરોનાના જોખમ વચ્ચે પણ વાયબ્રન્ટ સમિટ 2022માં વિશ્વના 23 દેશો ભાગીદાર બનવા છે. આ દેશો માત્ર ભાગ નથી લેવાના, ભાગીદાર બનવાના છે એટલે આ દેશો સાથે મહત્વના એમઓયું થશે તે નક્કી છે.

વાઇબ્રન્ટ ગુજરાતની દસમી એડીશન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 ગુજરાતને નવી ઉંચાઇઓ સર કરાવનાર છે. તા. 10 થી 12મી જાન્યુઆરીના રોજ યોજાનારી આ મેગા ઇવેન્ટની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. સમિટ માટે પાર્ટનર દેશો પાસેથી, બિઝનેસ લિડર,વિવિધ રાજયોના વડા અને રાજ્ય સરકારો,અને ઉદ્યોગો પાસેથી અભુતપુર્વ પ્રતિસાદ સાંપડયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ને મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે તારીખ 10મી જાન્યુઆરીએ વિવિધ ક્ષેત્રના નેતાઓ, બિઝનેસ લીડર અને ભારત તથા વિદેશના રોકાણકારોની હાજરીમાં ખુલ્લી મુકશે.

આ વિશાળ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2022માં સૌ પ્રથમવાર પાંચ દેશોના વડાપ્રધાન ખાસ ઉપસ્થિત રહેશે અને તેમાં તેમાં રશિયાના વડા પ્રધાન મિખાઇલ મિશુસ્ટિન, મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ જેકિન્ટો ન્યુસી, મોરેશિયસના વડાપ્રધાન  પ્રવિંદ જુગનાથ, નેપાળના વડાપ્રધાન શેરબહાદુર દેઉબા અને સ્લોવેનિયાના વડાપ્રધાન જાનેઝ જાન્સાનો સમાવેશ થાય છે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં 26 દેશો પાર્ટનર કન્ટ્રી-દેશ તરીકે જોડાયા છે જે આંતરરાષ્ટ્રીય બિઝનેસ અને જોડાણને વધુ મજબુત બનાવશે. છેલ્લા બે દાયકાથી આ સમિટને પગલે વિશ્વ માટે ગુજરાતએ ગેટવે ઓફ ઇન્ડિયાની ભુમિકા ભજવી રહ્યુ છે.અગ્રણી દેશો જેવા કે જર્મની, ફ્રાંસ, ઇટલી, કેનેડા,ઓસ્ટ્રેલિયા, જાપાન, રશિયા ઇઝરાયલ, સિંગાપોર,સ્વિડન, સાઉથ કોરિયા ,ડેન્માર્ક, ફિનલેન્ડ સહિત અન્ય દેશો સમિટમાં ભાગ લેશે ઉપરાંત, હજુ વધુ દેશો જોડાઇ રહ્યા છે. અને આ દેશો રાજયમાં બિઝનેસનીનવી તકો શોધશે. આમ આ દેશો સાથેનો સતત સહયોગગુજરાતને એક ગ્લોબલ બિઝનેસ માટેનું મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટીનેશન બનાવે છે.

વિશ્વના મોટાગજાના ઉદ્યોગપતિઓની હાજરી ઉપર વિશેષ નજર

હાલના કપરાકાળ વચ્ચે પણ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022એ વિશ્વને ગુજરાતમાં રોકાણની તકોના નિદર્શન માટે તૈયાર છે. અને બિઝનેસના વડા અને સીઇઓની હાજરીમાં વિશાળ સમિટ તમામને આવકાવા તૈયાર છે. આ સમિટમાં અલ્તાનઅહેમદ બિન સુલેમ(ડી પી વર્લ્ડ ), ડીડીઅર કાશીમાઇરો (રોસનેફટ), ટોનીફાઉન્ટેન (નયારા એનર્જી લિ.) , તોશિહિરો સુઝુકી (સુઝુકી મોટર કોર્પ ), ડો.વિવેક લાલ (ગ્લોબલ એટોમીક્સ ગ્લોબલ કોર્પોરેશન), મઇડાતાડશી (જાપાન બેંક ફોરઇન્ટરનેશલ કોઓપરેશન), શૈલ ગુપ્તે (બોઇંગ ઇન્ડિયા પ્રા, લિ ) અને વિલીયમ બ્લેર (લોકડીહ માર્ટીન ઇન્ડિયા પ્રા, લિ) ખાસ હાજરી આપશે.

ભારતના તમામ ટોચના ઉદ્યોગપતિઓ પણ આપશે હાજરી

અગ્રણી ભારતીય ઉદ્યોગપતિ આ સમિટમાં હાજરી આપશે તેમાં મુકેશ અંબાણી (આરઆઈએલ), ગૌતમ અદાણી (અદાણીગ્રુપ ), કે એમ બિરલા ( આદિત્ય બિરલા ગ્રુપ), સુનિલ ભારતી મિત્તલ (ભારતી એન્ટરપ્રાઇસ), અશોક હિન્દુજા (હિન્દુજા ગૃપ), એન.ચંદ્રશેખરન ( ટાટા ગ્રુપ), અને હર્ષ ગોએન્કા (RPG ગ્રુપ) ખાસ હાજરી આપશે, ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓની હાજરીમાં વાઇબ્રન્ટગુજરાત સમિટએ ગુજરાતની ઉદ્યોગસાહસિકતાને સાકાર કરવા કટિબધ્ધ છે. સાથે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભરભારતના સપનાને સાકાર કરવા સજ્જ છે.

ગુજરાતના વિકાસમાં વાયબ્રન્ટ સમિટનું યોગદાન મહત્વનું

વિવિધ સેકટર જેવા કે, એવીએશન, ઓટોમોબાઇલ, ફાઇનાન્સિયલ સર્વિસ, એનર્જી, ડિફેન્સ, રીટેઇલ, અને રિયલ્ટીનાઅગ્રણીઓ સમિટમાં હાજરી આપશે, તેઓ ગુજરાતમાં રહેલી વિપુલ તકો અને ક્ષમતાઓને વિશ્વ સમક્ષ ઉજાગર કરશે. વાઇબ્રન્ટસમિટ આગામી સમયના વિકાસ માટેના પાયાનુ ઘડતર કરવાની સાથે રાજયના વિકાસને આગળ ધપાવશે.દેશના આર્થિક-સામાજીક વિકાસમાં ગુજરાતને એક રાષ્ટ્રીય સ્તરે અગ્રેસર રાજય બનાવવાની નેમ સાથે આ સમિટનું વિચારબીજ વર્ષ 2003માં નરેન્દ્ર મોદીએ મુક્યુ હતુ. તેના થકી આજે ગુજરાતરાજય ભારતની આર્થિક વૃધ્ધિના કેન્દ્રમાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.