કોરોના છે કે નહીં ?? એક કરતાં વધુ વખત RT-PCR ટેસ્ટથી બચો, વાંચો શું કહે છે ICMR

0
124

કોરોના મહામારીમાં સોશિયલ પેનીકથી દૂર રહી બિનજરૂરી ઉત્પાતની સાથે સાથે વારંવાર ટેસ્ટ કરાવવાથી દૂર રહેવાની એક નવી જ ગાઈડ લાઈન જારી થઈ છે. ઈન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રીસર્ચ (આઈસીએમઆર) દ્વારા જારી કરવામાં આવેલી ગાઈડ લાઈનમાં જણાવવામાં આવ્યું છે કે, અત્યારે ભારે ધસારાના કારણે તમામ લેબોરેટરીઓ સમયસર ટેસ્ટ કરવામાં મુશ્કેલી અનુભવે છે. આરટીપીસીઆર અને એનટીજન ટેસ્ટીંગ માટે ભારે ધસારો થઈ રહ્યો છે તેવા સંજોગોમાં ટેસ્ટીંગ માટેની ગાઈડ લાઈનમાં જણાવાયું છે કે, વારંવાર આરટીપીસીઆર ટેસ્ટ ન કરવાથી એક વાર પોઝીટીવ આવ્યા બાદ વારંવાર ટેસ્ટ કરવાથી કોઈ ફાયદો થતો નથી. બિનજરૂરી  મુસાફરી ટાળી સંક્રમણથી બચવું જોઈએ.

મોબાઈલ ટેસ્ટીંગ લેબોરેટરી ઉપલબ્ધ છે. રાજ્ય સરકાર દ્વારા પણ ટેસ્ટની વ્યવસ્થા રાખવામાં આવી છે. પરંતુ બિનજરૂરી રીતે આરટીપીસીઆર અને એન્ટીજન ટેસ્ટ કરવાથી દૂર રહેવું જોઈએ. કોરોના છે કે, નહીં તે નક્કી કરવા વારંવાર ટેસ્ટ કરવાના બદલે તકેદારી માટે સતર્ક રહેવું વધુ હિતાવહ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here