Abtak Media Google News

બોલિવૂડના જાણીતા અભિનેતા અને રાજકારણી મિથુન ચક્રવર્તી આ દિવસોમાં ચર્ચામાં આવ્યા છે. મીડિયાના અહેવાલ મુજબ, મિથુન ચક્રવર્તી કોરોના પોઝિટિવ આવ્યા છે. હાલ તે જરૂરી માર્ગદર્શિકાનું પાલન કરી તે હોમ કોરોન્ટાઇન થયા છે. જોકે, હજી સુધી આ રિપોર્ટ્સ અંગે મિથુન તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી.

Filmfareએ તાજેતરમાં અભિનેતા મિથુન ચક્રવર્તીને કોરોના પોઝિટિવ મળવાની અફવાઓ સંબંધિત એક ટ્વીટ શેર કર્યું છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે અભિનેતાએ આ અફવાઓનો સંપૂર્ણ રીતે ખારીજ કરતા કહ્યું છે કે, ‘તે સ્વસ્થ છે અને એક મહિના સુધી સતત પ્રચાર કર્યા પછી હવે હું મારા પરિવાર સાથે રજાઓનો આનંદ માણી રહ્યો છું. હું મારા મનપસંદ ખોરાક બેલુઇની દાળ અને આલૂ પોશ્તોની માજા માણું છુ.’

 


મિથુન ચક્રવર્તી હાલમાં ફિલ્મો અને રાજકારણ બંનેમાં સક્રિય છે. તાજેતરમાં તેઓ પશ્ચિમ બંગાળમાં ભાજપ માટે ચૂંટણી પ્રચાર કરતા જોવા મળ્યા હતા. થોડા સમય પહેલા ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના પર સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જેમાં તેમની રેલીમાં 500 લોકો ભેગા થયા હતા. તેમની સામે TMCના રાજર્ષિ મિત્રા દ્વારા FIR દાખલ કરવામાં આવી હતી.

તેમની આવનારી ફિલ્મો વિશે વાત કરીયે તો થોડા સમય પહેલા ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ’નું શૂટ પૂરું કર્યું હતું. આ ફિલ્મ 2020માં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના મહામારીના કારણે આ ફિલ્મની રિલીઝ ડેટ લાંબા સમય માટે મુલતવી રાખવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.