કોરોના ફરી ભુરાયો થયો: નવા 822 કેસ, બે દર્દીને ભરખી ગયો

અમદાવાદ અને ભાવનગરમાં કોરોના સંક્રમીત દર્દીઓના મોત: સૌરાષ્ટ્રમાં પણ સંક્રમણ વધ્યુ

રાજ્યમાં કોરોનાની ચોથી લહેરના ભણકારા વાગી રહ્યા છે. શુક્રવારે એક જ દિવસમાં નવા 822 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ અને ભાવનગરમાં એક-એક દર્દીઓએ કોરોનાથી દમ તોડ્યો હતો. સૌરાષ્ટ્રમાં પણ સંક્રમણ વધી રહ્યું છે.

રાજ્યમાં કોરોનાના નવા 822 કેસ શુક્રવારે નોંધાયા હતા. અમદાવાદ અને ભાવનગરમાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. ગઇકાલે 612 દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા હતા. હાલ રાજ્યમાં 4482 એક્ટિવ કેસ છે. જે પૈકી 3 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 4479 દર્દીઓની હાલત સ્થિર છે. શુક્રવારે અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 298 કેસ, સુરત કોર્પોરેશનમાં 73 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 56 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં નવા 32 કેસ, ભાવનગર કોર્પોરેશનમાં 30 કેસ, રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં નવા 30 કેસ અને જામનગર કોર્પોરેશન વિસ્તારમાં નવા 2 કેસ નોંધાયા છે. મહેસાણા જિલ્લામાં નવા 41 કેસ, ભાવનગર જિલ્લામાં 27 કેસ, ગાંધીનગર જિલ્લામાં 23 કેસ, વડોદરા જિલ્લામાં 22 કેસ, સુરત જિલ્લામાં 19 કેસ, કચ્છમાં 18 કેસ, રાજકોટ જિલ્લામાં 17 કેસ, અમરેલી અને પાટણ જિલ્લામાં 14 કેસ, વલસાડ જિલ્લામાં 14 કેસ, ભરૂચ જિલ્લામાં 12 કેસ, મોરબી જિલ્લામાં 11 કેસ, સાબરકાંઠા જિલ્લામાં 10 કેસ, આણંદ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 7-7 કેસ, ખેડા જિલ્લામાં 6 કેસ, નવસારી અને સુરેન્દ્રનગર જિલ્લામાં 5 કેસ, અમદાવાદ અને અરવલ્લી જિલ્લામાં 4-4 કેસ, તાપી જિલ્લામાં 4 કેસ, દાહોદમાં 2 કેસ અને પોરબંદર જિલ્લામાં નવો એક કેસ નોંધાયો છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે.