કોરોનાનો ઉથલો, પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારાએ શેરબજારને પછાડયું: સેન્સેકસમાં 1000 પોઈન્ટનું ગાબડું

સેન્સેક્સ ૧૨૦૦ પોઇન્ટ તૂટી ૫૦,૦૦૦ની સપાટી નીચે સરકયો, નિફ્ટી ફિફટીના પ્રમુખ શેરમાં કડાકા

કોરોના વાયરસના વધતા જતા કેસ અને પેટ્રોલ ડિઝલમાં સતત ભાવ વધારાના પગલે શેરબજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. આજે સેન્સેક્સમાં ૧૦૦૦ પોઈન્ટનો કડાકો બોલી જતા રોકાણકારોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.

સેન્સેક્સ આજે ૫૦,૦૦૦ની સપાટી તોડી નીચે સરકયો હતો. નિફટી ફિફટી પણ ૧૪૭૦૦ની સપાટીએ પહોંચી હતી. આ લખાય છે ત્યારે સેન્સેક્સ ૧૨૦૦ પોઇન્ટ ગુમાવીને ૪૯૭૦૮ની સપતિએ ટ્રેડ થયો છે.

વર્તમાન સમયે દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં વધતા સંક્રમણના પગલે લોકડાઉન લાદવામાં આવે તેવી શક્યતા છે. મહારાષ્ટ્ર સરકારે લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તાકીદ કરી છે. અલ કોરોના વાયરસની તીવ્રતા વધી છે. સતત કેસમા વધારાના પગલે વેપાર ધંધા ઉપર અસર થઇ શકે તેવી દહેશત છે.  કોરોનાના કેસ ફરી વધતા સરકારની ચિંતા પણ વધી  પરીક્ષણ અને સર્વેક્ષણ વધારવા કેન્દ્ર દ્વારા રાજ્યોને સૂચના અપવામાં આવી છે.

બીજી પેટ્રોલ અને ડીઝલમાં થઈ રહેલો સતત વધારો પણ લોકો માટે ચિંતાજનક બન્યો છે. પેટ્રોલ-ડીઝલમાં છેલ્લા ૧૩ દિવસથી વધારો જોવા મળ્યો છે. જેનાથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ઉપર અસર થઇ હોવાનું જાણવા મળે છે. દરમિયાન ચાર રાજ્યો દ્વારા કેન્દ્ર સરકારને પેટ્રોલ ડીઝલ ઉપરની એક્સાઇઝ ડ્યુટી ઘટાડવા માટે રજૂઆત કરાઇ હોવાની બાબતો પણ સામે આવી રહી છે.સેન્સેક્સ પર લાર્સન, મારુતિ સુઝુકી, એક્સિસ બેન્ક, એચડીએફસી, એમએન્ડએમ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. લાર્સન ૨.૬૪ ટકા ઘટી ૧૪૬૮.૦૦ પર કારોબાર કરી રહ્યો છે. મારુતિ સુઝુકી ૧.૭૯ ટકા ઘટી ૭૧૯૭.૭૫ પર કારોબાર કરી રહ્યો છે. જોકે ઓએનજીસી, એચડીએફસી બેન્ક, કોટક મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઈન્ફોસિસ સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ઓએનજીસી ૨.૫૭ ટકા વધી ૧૦૭.૮૦ પર કારોબાર કરી રહ્યો છે. એચડીએફસી બેન્ક ૧.૭૬ ટકા વધી ૧૫૬૫.૯૫ પર કારોબાર કરી રહ્યો હતા. ઉલ્લેખનીય છે કે, શેરબજાર શુક્રવારે સતત ચોથા દિવસે ઘટાડા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ ૪૩૪ અંકના ઘટાડા સાથે ૫૦,૮૮૯.૭૬ પર અને નિફ્ટી ૧૩૭ અંક ઘટી ૧૪,૯૮૧.૭૫ પર બંધ થયો હતો. આજે પણ કડાકો બોલી જતા સેન્સેક્સ ૫૦૦૦૦ની સપાટીથી નીચે સરકી ગયો હતો.

Loading...