રાજકોટમાં કોરોનાએ પરિવારની માળા વિખેરી: બે દિવસ પહેલા માતાનું મૃત્યુ થયું અને હવે વિયોગમાં પુત્રીએ દમ તોડ્યો !!

0
49
three-children-including-two-siblings-died-in-the-lake-near-gaddi-village-of-rapar
three-children-including-two-siblings-died-in-the-lake-near-gaddi-village-of-rapar

બાથરૂમમાં ઢળી પડ્યા બાદ મહિલાનું બેભાન હાલતમાં મોત 

રાજકોટ  શહેરમાં કોરોના ભયંકર મહામારી ફેલાવી રહ્યો છે જેના કારણે અનેક પરિવારના માળાઓ વિખાઈ ગયા છે. એવો જ એક બનાવ ગઈ કાલે પણ પ્રકાશમાં આવ્યો હતો. જેમાં બે દિવસ પહેલા જ માતાનું કોરોનાના કારણે મૃત્યુ થયા બાદ તેના તણાવમાં આજ પુત્રીએ પણ દમ તોડતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના કોઠારીયા રોડ હુડકો ક્વાર્ટરમાં રહેતા રીટાબેન સંદીપભાઈ પિત્રોડા નામના 39 વર્ષના મહિલા સવારે બાથરૂમમાં નાહવા ગયા ત્યારે અચાનક ઢળી પડ્યા હતા. પરિવારજનોએ તાત્કાલિક બાથરૂમનો દરવાજો ખોલી મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી રીટાબેનને મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.વધુ મળતી માહિતી મુજબ રીટાબેનના માતા રમાબેન રસિકભાઈ પીઠવા (ઉ.વ.65) કોરોના સંક્રમિત થયા બાદ સારવાર દરમિયાન રવિવારના રોજ વૃદ્ધાએ દમ તોડતા પુત્રી રીટાબેન પણ આઘાતમાં સરી પડ્યા હતા. ત્યારે માત્ર બે દિવસમાં જ માતા-પુત્રીના અવસાનથી પરિવારમાં અરેરાટી મચી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here