Abtak Media Google News


રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લીધો હતો. ત્યારબાદ તેઓએ જણાવ્યું હતું કે, દેશના વૈજ્ઞાનિકોએ દિવસ-રાત મહેનત કરી કોરોના મહામારી સામે રક્ષણ આપતી રસીની શોધ કરી છે અને આ રસીની વલ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા સરાહના કરવામાં આવી છે. દુનિયાના અન્ય દેશોના લોકો પણ ભારતીય રસીની માગણી કરી રહ્યાં છે. ત્યારે દેશમાં બનેલી આ વેકસીન ખુબજ સફળ છે. હું રાજ્યના દરેક નાગરિકોએ વિના સંકોચે કોઈપણ પ્રકારના ડર રાખ્યા વગર વેકસીન લેવી જોઈએ. તેઓએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં 3.14 લાખ લોકોને કોરોનાની વેકસીન આપવામાં આવી છે. પ્રથમ  ડોઝ લીધા બાદ એક મહિના બાદ બીજો ડોઝ આપવામાં આવે છે. વેકસીનેશનની કામગીરી ઝડપથી થાય તે માટે અલગ અલગ શહેરોમાં સેન્ટરો પણ વધારવામાં આવી રહ્યાં છે.

Img 20210305 Wa0155

સરકાર દ્વારા પોલીસ અધિકારી-કર્મચારીઓ દ્વારા  સતત કોરોના વાયરસની મહામારી સમયે પોતાની ફરજ બજાવેલી અને તેઓ લોકોના સીધા જ સંપર્કમાં આવતા હોય જેથી કોરોના વાયરસની વેકસીન જે પોલીસ ડીપાર્ટમેન્ટને આપવામાં આવેલી જેમાં શહેર પોલીસ અધિકારી, કર્મચારી, તાલીમાર્થી, વહીવટી સ્ટાફ, ટી.આર.બી. જવાનો, હોમગાર્ડ, વર્ગ-4 ના કુલ 2617 ને પ્રૅથમ ડોઝ આપવામાં આવેલ છે અને તે પૈકી કુલ 962 ને બીજો ડોઝ પણ આપવામાં આવેલ છે અને હાલ બીજો ડોઝ આપવાની કાર્યવાહી ચાલુમાં છે રાજકોટ શહેર પોલીસક કમિશ્નર મનોજ અગ્રવાલે પણ કોરોના વેકસીનના બન્ને ડોઝ લીધેલો છે.

Img 20210305 Wa0141

જે વેકસીન ખુબ જ સુરક્ષીત છે તે વેકસીન લેવા માટે જાહેર જનતાને પણ પોલીસ ડીપાર્ટમેન્ટ દ્વારા અપીલ કરવામાં આવે છે રાજકોટ શહેર પોલીસ દ્વારા લેવામાં આવેલ કોરોના વેકસીન બાદ પોલીસ ડીપાર્ટમેન્ટમાં સંક્રમણ ખુબ જ ઘટવા પામેલ છે અને નહીંતર કેસ નોંધાયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.