કણસાગરા મહિલા કોલેજમાં કોરોના રસીકરણ કેમ્પ

સુરક્ષિત સંસ્થાઓ પ્રયાસો કરી રહી છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા કણસાગરા કોલેજ, તથા એન.એસ.એસ.ના સંયુકત ઉપક્રમે રસી કરવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેયર, ડેટયુટી મેયર સહીતના પદાધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા. લોકોએ વ્યહોળી સંખ્યામાં આ કેમ્પનો લાભ લીધો હતો.

મેયર ડો. પ્રદીપ ડવે જણાવ્યું હતુ કે મહાનગરપાલિકા અને કણસાગરા કોલેજ અને. એન.એસ.એસના સંયુકત ઉપક્રમે આ રસીકરણ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ છે. લોકો સુરક્ષિત રહેએ માટે રાજકોટ મહાનગરપાલિકા તથા સંસ્થાઓ દ્વારા અનેક પ્રયાસો કરવામા આવ્યા છે. વધુમાં વધુ લોકો વેકિસન લે એ દિશામા પ્રયત્નો કરવામાં આવ્યા છે. આજે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો કણસાગરા કોલેજ ખાતેના આ કેમ્પમાં જોડાયા છે.

આગામી દિવસોમા પણ જે લોકો 45થી વધુ ઉંમરના છે તે તમામ લોકોને વિનંતી છે કે કોરોનાની રસી મુકવાી લ્યે. આરસીની કોઇ આડ અસર નથી.

કણસાગરા કોલેજના એન.એસ.એસ પ્રોગ્રામ ઓફીસર યશવંત ગોસ્વામીએ આ તકે જણાવ્યું હતું કે કોરોના સમયમાં દેશના દરેક નાગરિકની ફરજ બને છે કે સરકાર દ્વારા જે કંઇ સૂચનાઓ આપે તેનુ પાલન કરવુ એ આપણી રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા લોકડાઉન દરમિયાન ખૂબ સારી સેવાઓ આપી હતી. લોકડાઉન પૂરૂ થયુ એ સમયે પણ આ વિભાગે ખૂબ સારી સેવાકીય પ્રવૃતિ કરી હતી. ભારતે જાતે વેકિસન બનાવી છે તો આ વેકિસનનો લાભ વધારેમા વધારે લોકોને મળે એ માટે અમારો આ એક પ્રયત્ન છે. આ પ્રયત્ન હેઠળ અમે.એન. એસ.એસ વિભાગે મ્યુે કમિશ્ર્નરનો સંપર્ક કર્યો. કણસાગર મહિલા કોલેજના રસીકરણ કેમ્પનુ આયોજન કર્યુ છે. ખાસ કરીને અમારી કોર કમીટીએ સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર કરી લોકોને રસીકરણમાં લઇ આવવાનો પ્રયત્ન કર્યો છે.