કાલે  કોરોના વેક્સીનેશન ચાલુ રહેશે:  પ્રિકોશન, પ્રથમ -બીજો ડોઝ અપાશે

મેયર ડો પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, ઇન્ચાર્જ મ્યુનિ. કમિશનર અરુણ મહેશ બાબુ અને આરોગ્ય સમિતિ ચેરમેન ડો. રાજેશ્રીબેન ડોડીયાની જાહેરાત

આવતીકાલ  રવિવારે રાજકોટ મહાનગરપાલિકાનાં 23 આરોગ્ય કેન્દ્ર તેમજ પદ્મકુંવરબા હોસ્પિટલ તથા સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના વેક્સીનેશન ચાલુ રાખવામાં રહેશે, જેમાં 18 થી 59 વર્ષનાં તમામ નાગરિકો માટે કોરોના વેકસીનનો પ્રિકોશન ડોઝ વિનામૂલ્યે આપવામાં આવશે, જે નાગરિકોએ કોરોના વેકસીનનો બીજો ડોઝ લીધો હોય તેને છ (6) મહિના પૂર્ણ થયા હોય તે તમામ નાગરિકો પ્રિકોશન ડોઝ લઇ શકશે.

ઉપરાંત 60 વર્ષથી મોટી ઉંમરના નાગરિકો પણ કોરોના વેકસીનનો પ્રિકોશન ડોઝ લઇ શકશે. તેમજ વેક્સીનનાં પ્રથમ અને બીજા ડોઝમાં બાકી રહેલા નાગરિકો પણ વેક્સીન લઈ શકશે.તેમ મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, ઇન્ચાર્જ મ્યુનિ. કમિશનર અરુણ મહેશ બાબુ  અને આરોગ્ય સમિતિ ચેરમેન ડો. રાજેશ્રીબેન ડોડીયાએ જણાવ્યું હતું.રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સવારે 9કવાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી નીચે જણાવેલ સ્થળોએ વેકસીનનો ડોઝ આપવામાં આવશે.

સિવિલ હોસ્પિટલ,  પદ્મકુંવરબા હોસ્પિટલ,  શ્યામનગર આરોગ્ય કેન્દ્ર,નંદનવન આરોગ્ય કેન્દ્ર, નાનામવા આરોગ્ય કેન્દ્ર, મવડી આરોગ્ય કેન્દ્ર ,આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર,શાળા નં. 28, વિજય પ્લોટ,સદર આરોગ્ય કેન્દ્ર, અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર, રામનાથપરા આરોગ્ય કેન્દ્ર ,ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર, હુડકો, નારાયણનગર આરોગ્ય કેન્દ્ર,જંકશન આરોગ્ય કેન્દ્ર, માધાપર આરોગ્ય કેન્દ્ર, મોરબી રોડ, કોમ્યુનીટી હોલ,ભગવતી પરા આરોગ્ય કેન્દ્ર, આઈએએમ આરોગ્ય કેન્દ્ર,  કબીરવન આરોગ્ય કેન્દ્ર,રામપાર્ક આરોગ્ય કેન્દ્ર, શ્રી ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર, પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર, કોઠારીયા આરોગ્ય કેન્દ્ર, મુંજકા આરોગ્ય કેન્દ્ર ખાતે વેક્સિન આપવામાં આવશે.