Abtak Media Google News

કોરોના મહામારીથી વૈશ્વિક અર્થતંત્રને રૂ. ૭૭૦ લાખ કરોડનું નુકસાન

GDPને રૂ. 350 લાખ કરોડનો ફટકો

કોરોના મહામારીની આર્થિક, સામાજિક, માનસિક એમ તમામ ક્ષેત્રે વ્યાપક અને ગંભીર અસર ઉપજી છે. નાનકડા એવા વાયરસે સમગ્ર વિશ્વમાં રોગચાળો ફેલાવી ખલબલી મચાવી દીધી છે. દરેક દેશને મોટો ફટકો પડયો છે. એમાં પણ અતિગંભીર અસર અર્થતંત્ર ઉપર પડી છે. આર્થિકીતે દરેક દેશ કોરોના સામે પડી ભાંગ્યો છે. એમાં પણ વ્યાપક અસર નાના અને વિકાસશીલ દેશો પર પડી છે. વૈશ્ર્વીક અર્થતંત્રની વાત કરીએ તોકોરોના વાયરસથી વિશ્ર્વને રૂ.૭૭૦ લાખ કરોડનું નુકશાન થયું છે. જેની ભરપાઈ કરવામાં ઘણા વર્ષો વીતી જશે. મેડિકલ, અર્થશાસ્ત્ર, પર્યાવરણ, સામાજીક એમ દરેક ક્ષેત્રના નિષ્ણાંતો અને વિશ્ર્લેષકો પાસેથી મંતવ્ય મંગાવવામાં આવ્યા હતા. અને આ માટે કરાયેલા એક સર્વેમાં માહિતી મળી છે કે, વૈશ્ર્વિક બજારને ૧૧ ટ્રીલીયન ડોલરની હાનિ પહોચી છે.

વૈશ્ર્વિક્ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ જીડીપીનો દર ઘડયો છે. પાંચ ટ્રીલીયન ડોલરની જીડીપીમાં ખાદ્ય પડી છે. અને આગામી ૧૦ વર્ષનાં સમયમાં કોરોના કે તેના જેવા બીજા અન્ય રોગોને નાથવા વિશ્ર્વને ૨૬૦ બીલીયન ડોલરથી ૨૭૦ બીલીયન ડોલર ભંડોળની જરૂર પડશે. કોરોના સંક્રમણથી દરેક દેશને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તો ખરા જ પણ વ્યકિતગત રીતે પણ મોટો ફટકો પડયો છે. મેડિકલ સીસ્ટમ પાછળ ઓચિંતો મોટો ખર્ચ થયો છે. આગામી સમયમાં કોઈ આ પ્રકારે નવો વાયરસ ખતરો ઉભો કરે તેવી ભીતિ સાથે હવે, દરેક દેશે તૈયાર રહેવું જ પડશે. આપાતકાલીન ફંડને મોટુ ભંડોળ ફાળવવું જ પડશે.

અહેવાલ રજૂ કરતા સંશોધકોએ જણાવ્યું કે, પર્યાવરણ માટે ખતરારૂપ પ્રદુષણને નાથવો એટલો જ જરૂરી છે. કે જેટલો કોરોનાને નાથવો કોરોના વાયરસ આવવા પાછળના એક કારણને પ્રદુષણ પણ ગણી શકાય આ માટે ગ્રીનહાઉસ ઈફેકટ ઓછી કરવી એક મહત્વનું પાસું છે. આ માટે પણ દરેક રાષ્ટ્રએ ભંડોળ ફાળવવં આવશ્યક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.