ગુજરાતમાં કોરોનાનો ઉપાડો નવા 547 કેસ નોંધાયા

એકિટવ કેસનો આંક 3 હજારને પાર: પાંચ દર્દીઓ વેન્ટીલેટર પર

ગુજરાતમાં કોરોનાની ચોથી લહેર શરુ થઇ ગઇ છે રાજયમાં કોરોનાના કેસમાં દિન-પ્રતિદિન સતત વધારો નોંધાય રહ્યો છે. ગુરુવારે રાજયમાં નવા 547 કેસ નોંધાયા હતા. 419 દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા હતા. આ સાથે જ રાજયમાં એકિટવ કેસનો આંક 3000 ની પાર થઇ ગયો છે. અને 3042 એ પહોંચી ગયો છે. હાલ પાંચ દર્દીઓ વેન્ટીલેટર પર છે. અધોષિત ચોથી લહેરમાં મૃત્યુ દર ખુબ જ ઓછો છે. દર્દીઓ ખુબ જ ઝડપથી સાજા થઇ રહ્યા છે.

ગુજરાતમાં ગુરુવારે કોરોનાના નવા 547 કેસ નોંધાયા હતા. અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં રરર કેસ, સુરત કોર્પોરેશનમાં 8ર કેસ, વડોદરા કોર્પોરેશનમાં 46 કેસ, વલસાડ જીલ્લાના રર કેસ, મહેસાણા જીલ્લામાં 18 કેસ, નવસારી જીલ્લામાં 18 કેસ, ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં 16 કેસ, ભરુચ જીલ્લામાં 15 કેસ, કચ્છમાં 15 કેસ, રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 1પ કેસ, જામનગર કોર્પોરેશનમાં 13 કેસ, સુરત જીલ્લામાં 11 કેસ, આણંદ જીલ્લામાં 10 કેસ, ભાવનગર કોર્પોરેશનમાં 7 કેસ, ગાંધીનગર જીલ્લામાં 6 કેસ, અમદાવાદ, મોરબી અને પાટણ જિલ્લામાં પાંચ પાંચ કેસ, રાજકોટ જીલ્લામાં ચાર કેસ, વડોદરા જીલ્લામાં બે કેસ, બનાસકાઁઠા, ભાવનગર, જામનગર જીલ્લામાં બબ્બે કેસ,  બોટાદ, ખેડા અને પોરબંદર જીલ્લામાં નવા એક એક કેસ નોંધાયા છે. રાજયમાં ગુરુવારે કોરોનાના નવા 547 કેસ નોંધાયા હતા. હાલ રાજયમાં 3042 એકિટવ કેસ છે. જે પૈકી પાંચ દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 3037 દર્દીઓની હાલત સ્થીર છે. રાજયમાં સતત વધી રહેલું સંક્રમણ ચિંતાનો વિષય બની ગયો છે.