ગુજરાતમાં કોરોના થાકયો મૃત્યુ દર હજી ચિંતાજનક

રાજયમાં કોરોનાના દૈનિક કેસનો આંક 1000થી નીચે: એકિટવ કેસ માત્ર 11195

અબતક,રાજકોટ

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર હવે લગભગ પૂર્ણતાના આરે છે. રાજયમાં દોઢ મહિના બાદ મંગળવારે કોરોનાના કેસ 1000થી ઓછા નોંધાતા સરકાર તથા જનતાએ હાશકારો અનુભવ્યો હતો. જોકે હજી કોરોનાથી થતા મૃત્યુનો આંક બિહામણો છે જે ચિંતા વધારી રહ્યો છે.ગઈકાલે કોરોનાએ 16 દર્દીઓનો ભોગ લીધો હતો હાલ ગુજરાતમાં 11195 એકિટવ કેસ છે.

ગુજરાતમાં ગઈકાલે કોરોનાના 998 કેસ નોંધાયા હતા જેની સામે 2454 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા હતા મંગળવારે અમદાવાદ કોર્પોરેશનમાં 366, વડોદરા કોર્પોરેશનમાં 162, વડોદરા જિલ્લામાં 49, સુરત કોર્પોરેશનમાં 38, ગાંધીનગર કોર્પોરેશનમાં 36, સુરત જિલ્લામાં 35, રાજકોટ જિલ્લામાં 26, ભરૂચ જિલ્લામાં 22, બનાસકાંઠામાં 20 કેસ, રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 20 કેસ, ખેડા જિલ્લામાં 19 કેસ, તાપી જિલ્લામાં 17 કેસ, મોરબી જિલ્લામાં 16 કેસ, ગાંધીનગર જિલ્લામાં 15 કેસ, પાટણ જિલ્લામાં 15 કેસ, મહેસાણા જિલ્લામાં 14 કેસ, સાબરકાંઠા જિલ્લાંમાં 11 કેસ, અમદાવાદ જિલ્લામાં 10 કેસ, ભાવનગર કોર્પોરેશનમાં 10 કેસ, મહિસાગરમાં 10 કેસ, આણંદ જિલ્લામાં 9 કેસ, વલસાડ જિલ્લામાં 9 કેસ નવસારીમાં 8 કેસ, જામનગર કોર્પોરેશન કચ્છ અને પંચમહાલમાં 7-7 કેસ, દાહોદ, જામનગર જિલ્લામાં 6-6 કેસ, અરવલ્લી અને દેવભૂમી દ્વારકા જિલ્લામાં પાંચ પાંચ કેસ છોટા ઉદેપૂર અને ડાંગમાં ચાર ચાર કેસ, નર્મદા જિલ્લામાં 3 કેસ, ભાવનગર, જૂનાગઢ અને જૂનાગઢ કોર્પોરેશનમાં બબ્બે સહિત કુલ 998 કેસ નોંધાયા હતા. રાજયમાં ગઈકાલે કોરોનાથી 16 લોકોના મોત થતા લોકોમાં હજીડર જોવા મળી રહ્યો છે.

કોરોનાના કેસનો ઘટાડો થતા હવે હેલ્થ સ્ટાફને મૂકત કરવામાં આવી રહ્યા છે.આગામી દિવસોમાં કોવીડ નિયંત્રણો, હળવા કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના રહેલી છે.