Abtak Media Google News

દેશમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. દરરોજના કેસ ત્રણ લાખને પાર થઈ ગયા છે.  છેલ્લા 24 કલાકમાં આશરે 3.15 લાખ જેટલા ફ્રેશ કેસોની સાથે 2,102 લોકોના મોત થયા છે. એક જ દિવસમાં મોટાભાગના કોવિડ ઇન્ફેક્શનના વૈશ્વિક રેકોર્ડને ભારતે તોડી નાખ્યો છે. બીજા તબક્કાના પ્રવાહથી દેશમાં ગંભીર આરોગ્ય સંકટ સર્જાયું છે. એમાં પણ પ્રાણવાયુની અછત  દેશની “પથારી” ફેરવી નાખી છે. સ્થિતિ તો સર્જાઈ જ છે પણ આ સાથે બેડની પણ અછત સર્જાતા આખી પથારી જ ફરી ગઈ છે. અર્થતંત્રને પણ મોટો ઝટકો પડી રહ્યો છે. આ અંગે વાત કરતા મિચિગન યુનિવર્સિટીના બાયોસ્ટેટસટિક્સ ભ્રમાર મુખર્જીએ કહ્યું કે પહેલી લહેર પૂરી થયા બાદ કેસ ઘટી ગયા હતા, આપણે મહામારીના આ યુદ્ધમાં જીતની તદ્દન નજીક હતા પરંતુ કેસ ફરી વધતાં બીજી લહેરમાં દર્દીઓની સંખ્યામાં ભારે ઉછાળો થયો છે જે ખતરારૂપ છે. 4 એપ્રિલ ના રોજ 1 લાખ કેસ નોંધાયા હતા જે  વધીને બુધવારે 3 લાખથી વધુ થઈ ગયા હતા અને આ માટે ફક્ત 17 દિવસનો સમય લાગ્યો છે. આ સમયગાળા દરમિયાન, દરરોજ કેસ 6..76%% જેટલા  વધી ગયા છે, જે યુ.એસ. માં દૈનિક સંખ્યામાં સમાન વૃદ્ધિ કરતા ચાર ગણા વધારે ઝડપી છે.

પરંતુ સ્થિતિ  કેવી રીતે ખરાબ થઈ?

ગત સપ્ટેમ્બર માસના પ્રથમ વિક પછી, કેસ આ વર્ષના ફેબ્રુઆરીના મધ્યમાં ફરીથી વધવાનું શરૂ કરતા પહેલા 30 અઠવાડિયા સુધી કેસ  ઘટ્યા. નિષ્ણાતો અને સત્તાવાળાઓ માને છે કે કેસમાં ભયકંર વધારો  થયો કારણ કે લોકોમાંથી ડર ચાલ્યો ગયો. ગંભીરતાથી નિયમોનું કડકપણે પાલન ન થતા કોરોના વધુ વકર્યો. જો કે આ આ પાછળ વાયરસનું નવું સ્વરૂપ પણ જવાબદાર છે.  તેઓએ ઉમેર્યું  કે, ભારત તેના આરોગ્ય માળખાંને વધારવાની અને આક્રમક રસીકરણની તકનો ઉપયોગ કરવામાં નિષ્ફળ ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.