Abtak Media Google News

ફેબ્રુઆરી-માર્ચ માસથી શરૂ થયેલી કોરોના વાયરસની બીજી લહેરે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ધમાસાણ મચાવી દીધો છે. એમાં પણ સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટની હાલત ખૂબ કથળતી બની હતી. પરંતુ હવે ગુજરાત જાગતા, કોરોના ભાગ્યો છે, ગત સોમવાર અને  આજના સોમવારની ઉપરની આ બન્ને છેલ્લા એક અઠવાડીયામાં પરિસ્થિતિ કેટલી સુધરી છે તેનો ચિતાર બતાવે છે. ગત સોમવારે ચૌધરી હાઇસ્કુલનું ગ્રાઉન્ડ એમ્બ્યુલન્સથી ભરચક હતું પણ આજે આ ગ્રાઉન્ડ એમ્બ્યુલન્સ વિહોણું ખાલી પટ દેખાઇ રહ્યું છે. જે દર્શાવી છે કે ગુજરાતવાસીઓ હવે જાગી ગયા છે. અને કોરોનાનો સંપૂર્ણ ખાત્મો નિશ્ર્ચિત છે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસે ફેલાવેલી વૈશ્ર્વિક મહામારીમાંથી ઉગરવા વિશ્ર્વભરના દેશો, વૈજ્ઞાનિકો-ડોકટરો સતત પ્રયાસમાં જુટાયા છે. કોરોના વાયરસની બીજી લહેરે દેશભરમાં કાળો આતંક વરસાવી દીધો છે. પરંતુ હાલ ભારત અને ગુજરાતની કોરોનાની સ્થિતિ વિપરીત દિશામાં જઈ રહી હોય તેવું લાગે છે. દેશમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે.તો સામે ગુજરાતમાં કેસ ઘટતાજઈ રહ્યા છે.‘ગુજરાત જાગ્યુ, કોરોના ભાગ્યુ’ હોય તેમ પુરવાર થઈ રહ્યું છે. છેલ્લા 24 કલાકનાં સમય ગાળામાં રાજયના નવા કેસ 6 ટકા ઘટી ગયા છે. આ ઘટાડો ભલે નજીવો એવો છે. પરંતુ તે કોઈ મોટી રાહતથી કમ નથી. એમાં પણ રાજયમાં સૌથી વધુ કેસ ઘટયા હોય તો તે છે. રંગીલુ રાજકોટ સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં એક જ દિવસમાં નવા કેસમાં 34 ટકાનો જબરદસ્ત ઘટાડો થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.