Abtak Media Google News

ભારતમાં કોરોના કેસોમૌ એકદરે ઘટાડો તો નોંધાયો છે. પરંતુ તેની તીવ્રતા હજુ ઓછી આંકી શકાય નહી. તમામ રાજયોમૉ કેસો ઘટયા છે પરંતુ આમાંથી દક્ષિણી રાજય કેરળ બાકાત છે.

* કેરળમાં કોરોનાનો એક ધારો પોઝીટીવ રેટ નોંધાયો છે. છેલ્લા ૧૪ દિવસમાં ૧૦ ટકાની વૃઘ્ધિ થઇ છે.

* કેરળમાં રેલ એલર્ટ જાહેર કરાયું છે. ગોવામાં પણ આ જ પ્રકારે કોરોના કહેર યથાવત છે. જયાં દરરોજ ૬ ટકાની વુધિધ સાથે કેસો નોંધાઇ રહ્યાં છે.

* જયારે ગુજરાતમાં દક્ષિણી રાજયોની સરખામણીએ કોરોના કાબુમાં લેવામાં સફળતા મળી છે. ગુજરાતમાં કેસોની વૃઘ્ધિ ૧.૮ ટકા છે.

કેરાલા સરકારે સાવધાનીના પગલારૂપે એલર્ટ જાહેર કરી દીધુ છે. કેરાલાના સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલજાએ હાઇ લેવલ મીટિંગ કરી. આ મીટિંગમાં ફેંસલો કરવામાં આવ્યો કે જે પણ વ્યક્તિ છેલ્લા 14 દિવસમાં યૂરોપના કોઇપણ દેશમાંથી આવ્યો હશે, તેની સ્ક્રીનિંગ કરવામાં આવશે. આની સાથે જ સ્વાસ્થ્ય અધિકારીઓ દ્વારા તેનુ સતત મૉનિટરિંગ કરવામાં આવશે.

કોરોનાના નવા સ્ટ્રેનને લઇને કેરાલા સરકારના સ્વાસ્થ્ય વિભાગે એલર્ટ જાહેર કર્યુ છે, બહારથી આવેલા આ લોકોને ક્વૉરન્ટાઇન કરવામાં આવશે, સાથે સાથે જે લોકો તેમને સંપર્કમાં આવશે તેમની પણ તપાસ કરાશે. આ માટે મૉનિટરિંગ કરવા માટે મેડિકલ અધિકારીઓને કડક આદેશ આપવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.