- જામનગર શહેરમાં કોરોનાની એન્ટ્રી થતા આરોગ્ય તંત્ર થયું દોડતું
- 37 વર્ષીય પુરુષ કોરોના પોઝિટીવ હોવાનું સામે આવતા હોમ આઇસોલેટ કરાયા
- તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ
ગુજરાતમાં કોરોનાના કેસોમાં ફરી વધારો થયો છે. વધુ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે. અમદાવાદ, રાજકોટ, જામનગર અને સુરત સહિતના શહેરોમાં કેસ સામે આવતાં દર્દીઓ માટે સારવારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ત્યારે જામનગરમાં કોરોનાની એન્ટ્રી થતા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું.
જામનગર શહેરના ઘણા લાંબા સમય બાદ ફરીથી કોરોનાની એન્ટ્રી થઈ છે, અને આજે એક કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જેને લઈને મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે.
અનુસાર માહિતી દરમિયાન, જામનગર શહેરમાં રહેતા 37 વર્ષના એ યુવાન, કે જે બહારગામ ગયા હતા, અને આજે જામનગર પરત આવ્યા બાદ તેને તાવ તેમજ શરદીની અસર જણાઈ હતી, અને આરોગ્ય ચકાસણી બાદ તે કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. જેથી જામનગર મહાનગરપાલિકાનું આરોગ્યતંત્ર દોડતું થયું છે.
જોકે હાલ તેની તબિયત સ્વસ્થ હોવાથી તેઓને હોમ આઈસોલેસનમાં મુકવામાં આવ્યા છે, અને તેમના પરિવારના સભ્યોના સેમ્પલો વગેરે લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
જામનગર મહાનગરપાલિકાના આરોગ્યતંત્ર દ્વારા જામનગરના શહેરીજનોને કોરોનાના સંદર્ભમાં સચેત રહેવા જણાવવામાં આવ્યું છે, અને કોઈ પણ પ્રકારે કોરોનાથી ડર નહીં રાખવા, પરંતુ સાવચેત રહેવા, અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા, આ સાથો સાથ સેનિટાઈઝર અને માસ્ક વગેરેનો ઉપયોગ કરવા પણ જણાવવામાં આવ્યું છે.
ભારતમાં ચાલુ સપ્તાહના પ્રારંભે કોરોનાની એન્ટ્રી થયા બાદ રાજયમાં છેલ્લા ચારેક દિવસથી કોરોનાના કેસો સામે આવી રહયા છે જેમાં જામનગરમાં પણ કોરોનાએ રી એન્ટ્રી કરતા પ્રથમ પોઝીટીવ કેસ સામે આવ્યો છે. સંભવત વિદેશથી આવેલા શહેરના પંચવટી વિસ્તારના સાડત્રીસ વર્ષીય યુવાનનો રીપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે.જે સાથે તંત્ર દ્વારા તકેદારીના તમામ પગલાઓ લેવાઈ રહયા છે. ખાનગી હોસ્પીટલમાં સારવાર લેનારા યુવાનનો રીપોર્ટ પોઝીટી આવ્યો છે જેની તબીયત સુધારા પર હોવાનુ જાણવા મળ્યુ છે.
સપ્તાહના પ્રારંભથી કોરોનાના કેસો ગુજરાતમાં સામે આવી રહયા છે જેમાં જામનગરમાં શુક્રવારે કોરોનાએ ફરી એન્ટ્રી કરતા શહેરના પંચવટી વિસ્તારમાં રહેતા એક સાડત્રીસ વર્ષીય યુવાન પોઝીટીવ જાહેર થયો છે. સંભવત વિદેશથી આવેલા આ યુવાને ખાનગી હોસ્પીટલમાં સારવાર લીધી હતી.જેને તાવ, શરદી, કફ વગેરે જણાયા હતા. જેના નમૂનાઓ લેવાયા હતા જેનો રીપોર્ટ પોઝીટીવ જાહેર થતા તેને હોમ આઈશોલેટ કરવામાં આવ્યો છે જે સાથે આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યુ છે.જયારે તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે તેની હિસ્ટ્રી સાથે સંપર્કમાં આવેલા પણ મેડીકલ તપાસ કરાશે એવુ જાણવા મળ્યુ છે.
બીજી બાજુ તબીબો દ્વારા કૌરોનાના નવા વેરિએન્ટથી ડરવાની જરૂર ન હોવાનુ પરંતુ સંપૂર્ણપણે સાવચેતી રાખવા સાથે બાળકો-બુઝગોએ વધુ સર્તકતા દાખવવા જણાવાયુ છે. શહેરમાં લાંબા સમય બાદ કોરોનાએ પગપેસારો કરતા આરોગ્ય તંત્ર દ્વારા તમામ ત્વરીત પગલાંઓ લેવામાં આવી રહ્યો છે. જ્યારે જામનગર મહાનગરપાલિકા અને જીજી હોસ્પિટલ આરોગ્ય વિભાગ પણ જણાવી રહ્યું છે કે લોકોને કોરોનાથી ડરવાની જરૂર નથી પરંતુ સાવચેતી અને તકેદારીના પગલાં લે તે પણ જરૂરી છે.
અહેવાલ : સાગર સંઘાણી