Abtak Media Google News

ચોટીલા તાલુકા પંચાયત પ્રમુખ તેમજ ઉપપ્રમુખ અંગે ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા જેમાં ગઈકાલે ડેપ્યુટી કલેકટર રાજ સુથાર, મામલતદાર પ્રકાશ ગોઠી, તાલુકા વિકાસ અધિકારી વી.આર.બારોટ સહિત જિલ્લા ભાજપ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ,સુરેશભાઈ ધરેજીયા સહિત ભાજપના હોદેદારોની હાજરીમાં ભાજપને 13 મત અને કોંગ્રેસ ને 4 મત મળતા ભાજપ તરફથી તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન સુરેશભાઈ કુકડીયા તેમજ ઉપપ્રમુખ જીજ્ઞેશભાઈ પરાલિયાને વિજેતા ઘોષિત કરતા તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો હતો. આ પ્રસંગે પ્રમુખ ઉપપ્રમુખને શુભેચ્છા આપવા માટે માનવમેદની તાલુકા પંચાયત ખાતે ઉમટી આવી હતી.

Img 20210318 Wa0071

શુભેચ્છા આપવાની ઉતાવળમા ભાજપ ના હોદેદારો સહિત લોકો કોરાનાની ગાઇડલાઇન ભૂલી ને માસ્ક અને સોશિયલ ડીસ્ટેનના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.એક બાજુ મુખ્યમંત્રી એવું કહે છે ભિડભાળ જગ્યા પર સખ્તાઇ વાપરવામાં આવશે પરંતુ ચોટીલા તાલુકા પંચાયત ખાતે કઈક જુદું જોવામાં આવી રહ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.