Abtak Media Google News

હવે તો હરિ કરે ઈ જ ખરી !!!

માનવ જાણે મેં કર્યું પણ કરતલ દુજો હોય આદર્યા અધવચ્ચ રહે ને હરિ કરે સો હોય,…

કોરોના મુદ્દે અંતે જે વાતનો ડર હતો તે જ સાચી ઠરી અને કોવિડ-૧૯ જન્ય કોરોનાવાયરસ ની રસી અને ઈલાજ ની શોધ અને તેની અસરકારક સારવાર હાથ ભગી બને તે પહેલા જ કોરોના રૂપ બદલી લીધું હોય તેમ કોવિડાયમાં બે ફેરફાર સાથે કોરોના નો નવો પ્રકાર સામે આવ્યો છે આ વાઇરસને સ્ટ્રેન નામ આપવામાં આવ્યું છે વાયરસ ના નવા પ્રકારમાં જિનેટિક ફેરફાર હોવાનું સામે આવ્યું છે બ્રિટનમાં ગયા અઠવાડિયાથી શરૃ થયેલી રોગચાળાની આ નવી લહેર આ નવા કોવિડ-૧૯ના વર્ઝન ટ્રેનના કારણસર હોવાનું બહાર આવતાં જગત આખું ફફડી ઉઠયું છે, ચીનના હુવાનમાંથી શરૂ થયેલા કોરો નામે ઓળખવામાં સમય વિતાવવાનું જગતને હજારો નહીં પરંતુ લાખો માનવીઓના મૃત્યુથી કિંમત ચૂકવવી પડી છે હજુ કોરોનાની રસી બજારમાં આવી નથી હજુ પ્રાયોગિક તબક્કામાં રસી નું પરીક્ષણ ચાલી રહ્યું છે, કોરોનાની રસી નો ઈલાજ પણ પ્રત્યક્ષ કોવિડ-૧૯ વાયરસના મારણ તરીકે નહીં પરંતુ શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારી આ વાયરસને નિષ્ક્રિય કરવા ની થીયરી પર કામ થઇ રહ્યું છે, રશિયાની સ્પુટનિક થી લઈને ભારતમાં સંપૂર્ણપણે સ્વદેશી ધોરણે તૈયાર કરવામાં આવી રહેલી રસી હજુ પરીક્ષણના તબક્કામાં છે જોકે જાન્યુઆરી મહિના સુધીમાં કોરોના ની રસી આવી જાય તેવી આશા સેવાઈ રહી છે પરંતુ નિષ્ણાતો એવું પણ કહી રહ્યા છે કે આ રસી બજારમાં આવી ગયા પછી પણ કોરોનો સંપૂર્ણપણે કાબુમાં આવી જાય એ જરૂરી નથી વળી આ રસી ની સાઇડ ઇફેક્ટ અંગે હજુ બાજી બંધ રહેવા પામી છે કોવિડ-૧૯ વાયરસ સમય અને સંજોગો મુજબ તેની શક્તિ માં રમતા અને પ્રતિકાત્મક સ્વભાવ બદલવાની તાકાત ધરાવતું હોવાનું અગાઉ જ સંદેશ વ્યક્ત કરવામાં આવ્યો હતો એવું પણ બને કે કોવિડ-૧૯ માટે શરીરમાં અપાનારી રસી સામે આ વાયરસ તેની પ્રતિકારક શક્તિ વધુ ઘાતક બનાવી લે આ સંભાવના વચ્ચે રસી આવી રહી છે તેવા સંજોગોમાં કોરોના એ રણનીતિ બદલી લીધી હોય તેમ વાયરસ એ પોતે જાતે જ જનીનિક ફેરફાર કરીને વિશ્વને ચોંકાવી દીધું છે ભજ્ઞદશમ-૧૯ હું મારો વધુ સંપૂર્ણપણે શું થયું નથી ત્યાં બ્રિટનમાં આવેલા નવા વાયરામાં કાવિડ-૧૯ માં જ બે જનીનીક ફેરફાર સાથે સ્ટ્રે ન નામનો નવો વાયરસ ઓળખાયો છે આ વાયરસ ક દ કાઠી અને લાક્ષણિકતા કોવિડ ૧૯ થી ઘણો અલગ હોવાનું માનવામાં આવે છે મહિનાઓથી આખું વિશ્વ કોવિડ-૧૯ ના ઈલાજ માટે મથામણ કરી રહ્યું છે હજુ આ ઈલાજ સંપૂર્ણપણે સફળ થયો નથી ત્યાં બ્રિટનમાં મળી આવેલા નવા વાયરસ એ ચિંતા ચાર ગણી વધારી છે, કોરોનાની મહામારી માનવ સમાજનો પીછો સહેલાઇથી છોડે તેમ ન હોવાની અગમચેતી અક્ષર સ સત્ય પુરવાર થઇ રહી છે કોરોના ના નવા સ્વરૂપ ને રોકવાની કવાયત તે જ કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે બ્રિટનથી મહિનામાં આવેલા દર્દીઓ ની શોધી શોધીને તપાસ કરવાનું અભિયાન શરૂ થયું છે ગુજરાતમાં પણ બ્રિટનના પ્રવાસીઓ આવ્યા નું નોંધાયુ છે તેવા સંજોગોમાં આ મહામારી સામે ની અત્યાર સુધીની રણનીતિમાં આમૂલ પરિવર્તન કરવું પડશે આરોગ્ય વિભાગ સરકાર વહીવટી તંત્રની સાથે સાથે સામાન્ય જન ના ભાગે પણ સ વિશેષ સાવચેતી ની જવાબદારી આવે છે કોવિડ-૧૯ જન્ય કોરોના થી ગભરાયા વગર સાવચેતીપર્વક આ મહામારી સામે લડત આપવાની તૈયારી બતાવવી પડશે સદ્નસીબે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં કોરોના ઘણા અંશે કાબૂમાં છે વાતા નવા વાયરસની રહી તો તે પણ કોરોના નું નવું વર્ઝન ગણવામાં આવે છે વૈજ્ઞાનિકોએ પ્રથમ તબક્કામાં જ ભજ્ઞદશમ ૧૯ માં થયેલા બે જનીનિક ફેરફારને પ્રથમ તબક્કામાં જ ઓળખી લેવામાં સફળતા મેળવી છે તે ખૂબ જ સારી બાબત ગણી શકાય કોવિડ- ૧૯ ની દવા રસી હજુ પ્રાપ્ત થઇ નથી પરંતુ ભારત સહિત સમગ્ર વિશ્વએ આ મહામારી ના ઉપદ્રવને કાબુમાં લેવામાં સફળતા મેળવી છે અત્યારે બ્રિટનમાં ઓળખાયેલા કોરોના નવા વર્ઝન કે સમગ્ર વિશ્વમાં ચિંતા ફેલાવી છે પણ અગાઉ જ્યારે આ મહામારી ની શરૂઆત થઈ ત્યારે જે બેદરકારી અનાયાસે થઈ હતી તેનું પુનરાવર્તન ન થાય તેની સાવચેતી પણ અસરકારક બનશે અત્યારની પરિસ્થિતિએ આ મહામારી સામે હવે નવેસરની રણનીતિ આગળ વધવાની સાવચેતી રાખવી પડશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.