કોરોનાની હવે પછીની લહેર વધુ ઘાતક: સાવચેતી અનિવાર્ય, હવે ‘બેવકૂફી’ નહિ પાલવે!!!

 રસી આવે છે માનીને બિન્દાસ થઈ જવું રાષ્ટ્ર માટે ખતરનાક !!

કોરોના રસી તૈયાર છે નો આશ્વાસન બીમારી માટે પૂરતું નથી,જો તકેદારી નહીં રખાય તો વિશ્વ માટે વધુ ખુવારીની દહેસતની તલવાર હજુ લટકે જ છે.. કોરોનાની રસી તૈયાર હોવાના દાવા કરતી કંપનીઓ સમાજ માટે આફતના ભેરુ બનવાને બદલે મડદા પર પેટ ભરવા મંડરાતા ગિધડા બનીને સેવા નહિ પણ સોષણ માટે હવાતિયા મારતા હોય તેવો માહોલ જગત માટે આશીર્વાદ ના બદલે અભિશાપ ચીનના વુહાં ન  થી શરૂ થયેલી કોરોના બીમારી હવે વૈશ્વિક મહામારી નું રૂપ લઈ ચૂકી છે ભારત જેવા વિશાળ જનસંખ્યા ધરાવતા દેશમાં હાહાકાર મચી ગયા બાદ કાબૂમાં આવવાના બદલે નવા રૂપરંગ સાથે વધુ એક વાયરા ના રૂપમાં હુમલાની દહેષ ત ઉભી થઈ છે કોરોના ની રસી નુંનિર્માણ થઈ ચૂક્યું છે, બજારમાં આવવાની તૈયારી નું આશ્વાસન મળ્યું છે પરંતુ ટેકનિકલી રીતે જોવા જઈએ તો કોઈપણ રસી છ મહિનાથી લઈ ૩૬ મહિના સુધીના પરીક્ષણ પિરિયડમાં થી પસાર થયા બાદ જ દર્દીને આપવા લાયક ગણાય છે કોરોના ની રસી નિર્માણ ભાદરવાના ભીંડા ની જેમ કરી નાખવામાં આવ્યું છે પરંતુ તે જરૂરી પરીક્ષામાંથી પાસ થયા વગર દર્દીઓના હાથમાં આવે તેવા સંજોગોમાં આ રસી બની ગયા બાદ કેટલી અસરકારક છે તે તો સમય જ બતાવી શકશે કોરોના ના વધુ એક વાયરા ની દહેશત હકીકત બની ને સામે આવી રહી છે ત્યારે રાષ્ટ્રહિતમાં હજુ દરેક માટે સાવચેતીનું શસ્ત્ર અનિવાર્ય બન્યું છે કોરોનો ચાલ્યો ગયો છે, કે રસી આવી ગઈ છે એવું સમજીને કરવામાં આવતી બેવકૂફી હવે જરા પણ પરવડે તેમ નથી લોક ડાઉન બાદ મળેલી થોડી છૂટછાટ માં તહેવારો અને સામાજિક પ્રસંગો અને બજાજની ખરીદીમાં બેવકૂફી થી ઉમટી પડેલી ભીડ ના કારણે કોરોના એ ફરીથી ફૂંફાડો માર્યો હતો અને તેની કિંમત સમાજ અને રાષ્ટ્રને અને જાન ગુમાવીને ચૂકવવી પડી છે અત્યારે ભારતની વાત કરીએ તો કોરોના નવા કેસો ની સ્થિતિ એકંદરે કાબૂમાં આવતી જણાય છે સાથે-સાથે રિકવરી રેટ વધ્યો છે અને મૃત્યુ દરમાં ઘટાડો આવ્યો છે, આંકડા સારા પરિણામ ના જરૂરથી ગણી શકાય પરંતુ આ મહામારી હવે મંદ પડીને ચાલી ગઈ છે તેવું સમજવું અત્યારે પણ બેવકૂફી ગણી શકાય કોરોના ની રસી બની ગઈ છે તે ફાર્મા કંપનીઓની જાહેરાત રાહતરૂપ છે પરંતુ અત્યારના સંજોગોમાં વિશ્વની દવા બનાવતી કંપનીઓ કોરોનાની મહામારી મા સપળાયેલ માનવજાત માટે ભેરુ નહીં પણ મડદા પર પેટ ભરવા માટે મંડરાતા ગીધળા જેવા જબની રહ્યા છે, અત્યારે આ મહામારી નો નવો વાયરો આવી રહ્યોો છે તેવા સંજોગોમાં દવાા બનાવતી કંપનીઓ વચ્ચે વધુમાં વધુુુ વેપાર અને ઓર્ડર મેળવવા માટે હરીફાઈ ઉભી થઇ છે રસીની સરકારકતા કેવી છે તેનું હજુ કોઈ ઠેકાણું નથી ત્યારે વધુ વેપાર મેળવવા માટે રસી ના  ગુણગાન શરૂ થઈ ગયા છે

કોરોના મહામારી ના નવો રાઉન્ડ શરૂ થયો છે હજુ આ બીમારીની મૂળભૂત લાક્ષણિકતા આવનારી રસી ની આડઅસરો વિશે કોઈ કંઈ જાણતું નથી તેવા સંજોગોમાં કોઈપણ પ્રકારની બેવકૂફી ન થાય અને સાવચેતીની જાગૃતિ અનિવાર્ય બની છે માસ્ક પહેરવાની તકેદારી સેનેટાઈઝર નો ઉપયોગ અને બે વ્યક્તિઓ વચ્ચે અંતર રાખી આ બીમારીથી બચવું જોઈએ તે આજના સમયની માંગ છે