સૌરાષ્ટ્રમાં કોરોનાનો હાહાકાર: 24 કલાકમાં નોંધાયા આટલા રેકોર્ડબ્રેક કેસ

રાજકોટ શહેર-જિલ્લામાં 520 કેસ:  પોરબંદરમાં રાહત યથાવત, માત્ર 4 કેસ જ નોંધાયા 

રાજ્યમાં કુલ 4021 કેસ નોંધાયા, 2197 દર્દીઓ ડિસ્ચાર્જ થયા: 2.71 લાખ લોકોનું વેક્સિનેશન 

રાજકોટમાં કોરોનાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા 24 કલાકમાં 31 દર્દીઓને કોરોના ભરખી ગયો છે. ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ કોરોના દરરોજ નવો રેકોર્ડ સર્જી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં કોરોનાના 994 કેસ નોંધાયા છે. અડધો અડધ કેસ રાજકોટ જિલ્લામાં નોંધાયા છે. જેની સંખ્યા 520 થઈ ગઈ છે.જો કે સામે પોરબંદરમાં રાહત જોવા મળી છે. અહીં માત્ર ચાર કેસ જ નોંધાયા છે.

રાજ્યભરમાં કોરોનાના કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 4022  કેસો સામે આવ્યા છે. જ્યારે બીજી તરફ 2197 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રની સ્થિતી જોઈએ તો સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં 994 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ રાજકોટ જિલ્લાના છે. રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 427  કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 93  કેસો નોંધાયા છે. આમ કુલ 520 કેસ નોંધાયા છે. સામે શહેરમાં 71 અને ગ્રામ્યમાં 201 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સામે કોરોનાને નાથવા શહેરમાં 7533 અને જિલ્લામાં 5003 લોકોનું વેકસીનેશન પણ કરવામાં આવ્યું છે.

જામનગરની સ્થિતિ જોઈએ તો શહેરમાં 99 અને ગ્રામ્યમાં 104 મળી કુલ 203 કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 6 અને ગ્રામ્યમાં 40  મળી 46 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સામે શહેરમાં 4976 અને જિલ્લામાં 3204 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. આવી જ રીતે ભાવનગરની સ્થિતિ જોઈએ તો શહેરમાં 23 અને ગ્રામ્યમાં 61 કેસ નોંધાયા છે. શહેરમાં 28 અને ગ્રામ્યમાં 10 મળી કુલ 38 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. શહેરમાં 1469  અને જિલ્લામાં 1590  લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. જૂનાગઢ શહેરમાં 39 અને ગ્રામ્યમાં 38 મળી કુલ માત્ર 77 કેસ જ નોંધાયા છે. જ્યારે શહેરમાં 9 અને જિલ્લામાં 6 મળી 15 લોકો ડિસ્ચાર્જ થયા છે. શહેરમાં 1410 અને જિલ્લામાં 6492 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે.

જ્યારે દેવભૂમિ દ્વારકામાં 21 કેસ નોંધાયા છે. એકપણ દર્દી ડિસ્ચાર્જ થયો નથી. 2452 લોકોને વેકસીન પણ અપાઈ છે. ગીરસોમનાથ જિલ્લામાં 11  કેસ નોંધાયા છે. એક પણ દર્દી ડિસ્ચાર્જ થયા નથી. અને 4519 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાં 37 કેસ નોંધાયા છે. સામે 28 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે અને 774 લોકોનું વેકસીનેશન કરાયું છે. અમરેલી જિલ્લામાં 24  કેસ નોંધાયા છે. 11 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે અને 6938 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 15 કેસ નોંધાયા છે. 17 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે અને 1260 લોકોને વેકસીન આપવામાં આવી છે.

બોટાદ જિલ્લામાં 8 કેસ નોંધાયા છે. સામે 567 લોકોને વેકસીન આપવામાં આવી છે. જ્યારે પોરબંદર જિલ્લામાં રાહત રહી છે. અહીં  માત્ર ચાર જ કેસ નોંધાય છે.સામે 5789 લોકોને વેકસીન પણ આપવામાં આવી છે.