કોરોનાના રેકોર્ડ બ્રેક ૫૭ હજાર કેસો સાથે પોઝિટિવ દર્દીઓનો આંક ૧૧ લાખને પાર

કોરોના કેસોમાં ૨.૮ ટકાનો વધારો જોવા મળ્યો: તેના મૃત્યુ આંકમાં પણ ૧.૬ ટકાનો વધારો થયો

ભારતમાં કોરોનાના કેસોમાં સતત વધારી થઇ રહો છે. હાલ ભારતમાં કોરોના પોઝિટીવ કેસોની સંખ્યા ૧૧ લાખને પાર થઇ છે. ત્યારે રાજયની જો વાત કરવામાં આવે તો ગુજરાત સહિતના રાજયોમાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો જેટલા મળી રહ્યો છે. શુક્રવારના એક જ દિવસે કોરોનાના ૫૭ હજાર નવા કેસો નોંધાયા હતા.

ભારતમા એક દિવસનો સૌથી વધુ કોરોનો સંક્રમણનો આંક શુક્રવારે વિસ્ફોટક સ્થિતિએ પહોંચી ને ૫૭ હજાર નવા કેસો નોંધાતા જુલાઇ મહિનાનો છેલ્લો દિવસ સૌથી વધુ ઘાતક દિવસ પુરવાર થયો હતો અને દેશ વ્યાપી કોરોના સંક્રમણનો આંક ૧૧.૧ લાખને ૧૯૧૨૨ મોત થયા હતા.જુલાઇ મહિનાનો નવા કેસોનો આંકડો અગાઉના મહિનાઓની તુલનામાં ૨.૮ ગણો વધુ હતો. ૪ લાખ જેટલા કેસો સાથે જુલાઇ મહિનાનો મૃત્યુઆંક પણ ૧.૬ ગણો વધુ નોંધાયો છે. જુલાઇ મહિનામાં મૃત્યુનો આંક ૧૧,૯૮૮ રહેવા પામ્યો છે. મહામારીનો આ દોર અવિરત આગળ વધવા પામ્યો છે. જુલાઇ મહિનાના મઘ્યમાં ૭.૩ લાખ નવા સંક્રમિત દર્દીઓનો ઉમેરો થતાં પ્રથમ પખવાડીયાથી આ પ્રમાણ ડબલ રહેવા પામ્યો છે.

૫૦ હજારથી વધુ કેસોના ઉમેરા સાથે સતત ચોથો વધુ કેસના ઉમેરાવાળો દિવસ બન્યો છે. શુક્રવારે જુલાઇ મહિનાનો બીજો પખવાડીયું ૧૧,૮૦૦ જેટલા નવા નવા કેસો સાથે મહિનાના કુલ કેસોના ૬૦ ટકા જેટલું ઉમેરાનો દિવસ બન્યો હતો. ૮૭૧૫૧ નવા કેસો નોંધાતા દેશમાં કોરોનાના દર્દીઓનો કુલ આંકડો ૧૬૯૮૯૧૮ સરકારી આંકડા મુજબ નોંધાયા હતા. ૫૦ હજારથી વધુ કેસના ઉમેરવાળો શુક્રવારે સતત ચોથો દિવસ બન્યો હતો. ૭૫૦ મૃત્યુ સાથે મૃત્યુ આંક પણ સૌથી વધારે શુક્રવારનો દિવસ બન્યો હતો. શુક્રવારે એક દિવસના ૭૫૦ મોત નિપજયાં હતા. દેશ વ્યાપી નવા કેસોના ઉમેરાના આંધ્રપ્રદેશ ૧૦૩૭૬, મહારાષ્ટ્ર ૧૦૩૨૦, આંધ્રપ્રદેશમાં સત ત્રીજા દિવસે ૧૦,૦૦૦ કેસોનો ઉમેરો થયો હતો. રાજયમાં કુલ દર્દીઓની સંખ્યા ૧.૪ લાખે પહોંચી છે. દિલ્હીના આ સ્થિતિએ ત્રીજો નંબર રહેવા પામ્યો છે. મહારાષ્ટ્રમાં ૪.૨ લાખ, તામિલનાડુમાં ૨.૫ લાખ, શુક્રવારે એક દિવસમાં સૌથી વધુ કેસ નોંધવનાર ૮ રાજયોમાં પણ આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે. ઉત્તરપ્રદેશ ૪૪૫૩ નવા કેસ, બિહાર ૨૯૮૬, બંગાળ ૨૪૯૬, આસામી ૨૧૧૨, તેલગાંણા ૧૯૮૬, કેરલ ૧૩૧૦, અને પંજાબમાં ૫૫૫ નવા કેસ શુક્રવારે નોંધાયા હતા.