Abtak Media Google News

કોરોના મહામારીમાં કોવિડ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતાં ઇન્ટર્નીને પ્રોત્સાહન ભથ્થું અપાશે

દર્દીને વૈઘ વહાલા…. કોરોના મહાામારીમાં અત્યારે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કયારેય કયારેક ખાટલાઓ ખુટી પડતાં હોવાની સ્થિતિ પ્રર્વતી રહી છે. ત્યારે કોવિડ હોસ્પિટલોમાં તબીબોની સતત ખેંચ વચ્ચે રાજય સરકાર કોવિડ-19 માં ઇન્ટરશીપ કરનાર તબીબો માટે પ્રોત્સાહનરુપ રૂપિયા પ000 ની વધારાનું પ્રોત્સાહન  મહેનતાણું આપવાનું નકકી કર્યુ છે.

ગુજરાતની વિજયભાઇ રૂપાણી સરકાર દોવારા લેવામાં આવેલામહત્વના નિર્ણય મુજબ રાજયમાં ચાલતી હોસ્પિટલોમાં કોવિડ-19  વિભાગમાં ફરજ બજાવનાર ઇન્ટરશીપ કરનાર ડોકટરોનો દર મહિને 5000 રૂપિયા નું પ્રોત્સાહન ભથથુ આપવામાં આવશે.

નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે મુખ્ય સચિવ અને સરકારના અન્ય અધિકારીઓ સાથે યોજેલી બેઠક બાદ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષે એપ્રિલથી આવતા વર્ષે ફેબ્રુઆરી સુધી ઇન્ટર શીપ કરનારને ભથ્થુ ચુકવવામાં આવશે અને આવા તબીબોનું વર્તમાન 13000 રૂપિયાની પ્રતિમાસ યથાવત રહેશે.

સરકારી મેડીકલો અને જી.એમ.ઇ. .આર. એસ. સંચાલીત હોસ્પિટલો ઇન્ટરશીપ કરનાર તબીબને 12800 રૂપિયા ચુકવવામાં આવે છે.  જી.એમ.ઇ.આર.એસ. સંચાલીત હોસ્પિટલોમાં ર000 તબીબોએ હડતાલ કરી દૈનિક ભથ્થાની માંગ કરી હતી હડતાલની જાહેરાત કર્યા બાદ  નીતીન પટેલે કરેલા પરામર્શ બાદ શનિવારે હડતાલનું એલાન પાછળ ખેંચાયું હતું. હડતાલ પર ઉતરનારા તબીબોએ 20,000 રૂપિયા ની માંગણી કરી હતી. જો કે સરકાર સાથે થયેલા સમાધાન મુજબ હવે તેમને 17,800 રૂપિયા મળશે.

મહારાષ્ટ્ર અને પશ્ર્ચિમ બંગાળ જેવા રાજયો ઇન્ટરશીપ કરનારા તબીબોને વધુ પૈસા આપે છે. પશ્ર્ચિમ બંગાળમાં ઇન્ટરશીપ કરનાર તબીબોને મહિને 28000 રૂપિયા દિલ્હીમાં 8 કલાકની શીફટઠ માટે દરેક  શીફટ માટે 1000 રૂપિયા અને 1ર કલાકની પાળી માટે 2000 રૂપિયા ચુકવવામાં આવે છે. ગુજરાત સરકારે પણ હવે કોવિડ-19 હોસ્પિટલોમાં ઇન્રશીપ કરનાર તબીબોને હવ વધારાના ભથ્થા તરીકે 5000 રૂપિયા ચુકવવાનું નકકી કર્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.