રાજકોટમાં કોરોનાનું રૌદ્ર સ્વરૂપ: છેલ્લા 24 કલાકમાં જાણો કેટલા કેસ નોંધાયા

સૌરાષ્ટ્રમાં અધધ 898 કેસ નોંધાયા: રાજકોટ શહેર-જિલ્લામાં 490 કેસ: પોરબંદરમાં રાહત યથાવત, માત્ર બે  કેસ જ નોંધાયો

રાજ્યમાં કુલ 3575 કેસ નોંધાયા, 2217દર્દીઓ ડિસ્ચાર્જ થયા: 1.75લાખ લોકોનું વેકસીનેશન

રાજકોટમાં કોરોનાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા 24 કલાકમાં 31 દર્દીઓને કોરોના ભરખી ગયો છે. ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ કોરોના દરરોજ નવો રેકોર્ડ સર્જી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં કોરોનાના 490 કેસ નોંધાયા છે. અડધો અડધ કેસ રાજકોટ જિલ્લામાં નોંધાયા છે. જેની સંખ્યા 490 થઈ ગઈ છે.જો કે સામે પોરબંદરમાં રાહત જોવા મળી છે. અહીં માત્ર બે કેસ જ નોંધાયો છે.

રાજ્યભરમાં કોરોનાના કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 3575  કેસો સામે આવ્યા છે. જ્યારે બીજી તરફ 2217 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રની સ્થિતી જોઈએ તો સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં 490 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ રાજકોટ જિલ્લાના છે. રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 395  કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 95  કેસો નોંધાયા છે. આમ કુલ 490 કેસ નોંધાયા છે. સામે શહેરમાં 164 અને ગ્રામ્યમાં 49 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સામે કોરોનાને નાથવા શહેરમાં 8280 અને જિલ્લામાં 4964 લોકોનું વેકસીનેશન પણ કરવામાં આવ્યું છે.

જામનગરની સ્થિતિ જોઈએ તો શહેરમાં 96 અને ગ્રામ્યમાં 79 મળી કુલ 175 કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 40 અને ગ્રામ્યમાં 44  મળી 84 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સામે શહેરમાં 3569 અને જિલ્લામાં 1568 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. આવી જ રીતે ભાવનગરની સ્થિતિ જોઈએ તો શહેરમાં 66 અને ગ્રામ્યમાં 24 કેસ નોંધાયા છે. શહેરમાં 29 અને ગ્રામ્યમાં 14 મળી કુલ 43 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. શહેરમાં 2222  અને જિલ્લામાં 3738  લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. જૂનાગઢ શહેરમાં 21 અને ગ્રામ્યમાં 22 મળી કુલ માત્ર 43 કેસ જ નોંધાયા છે. જ્યારે શહેરમાં 9 અને જિલ્લામાં 8 મળી 17 લોકો ડિસ્ચાર્જ થયા છે. શહેરમાં 1643 અને જિલ્લામાં 3627 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે.

જ્યારે દેવભૂમિ દ્વારકામાં 14 કેસ નોંધાયા છે. આઠ દર્દી ડિસ્ચાર્જ થયા છે. 2030 લોકોને વેકસીન પણ અપાઈ છે. ગીરસોમનાથ જિલ્લામાં 13  કેસ નોંધાયા છે. એક પણ દર્દી ડિસ્ચાર્જ થયા નથી. અને 4667 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાં 31 કેસ નોંધાયા છે. સામે 18 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે અને 615 લોકોનું વેકસીનેશન કરાયું છે. અમરેલી જિલ્લામાં 20  કેસ નોંધાયા છે. 33 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે અને 5101 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 11 કેસ નોંધાયા છે. 16 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે અને 2074 લોકોને વેકસીન આપવામાં આવી છે.

બોટાદ જિલ્લામાં 9 કેસ નોંધાયા છે. ત્રણ દર્દી ડિસ્ચાર્જ થયા છે. સામે 578 લોકોને વેકસીન આપવામાં આવી છે. જ્યારે પોરબંદર જિલ્લામાં રાહત રહી છે. અહીં  માત્ર બે જ કેસ નોંધાયો છે.સામે 5363 લોકોને વેકસીન પણ આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ બેફામ રીતે વધી રહ્યું છે. રાજકોટ સૌરાષ્ટ્રનું હબ ગણાતું હોય સમગ્ર સૌરાષ્ટ્રનો ભાર રાજકોટ ઉપર આવે છે. અહીં સૌરાષ્ટ્રભરના કોરોના ગ્રસ્ત દર્દીઓ સારવાર લેવા આવતા હોય રાજકોટ ઉપર કોરોના વિશેષ રીતે હાવી થયો હોવાનું સ્પષ્ટ જણાઇ આવે છે. ઉપરાંત એવા પણ આક્ષેપો થઇ રહ્યા છે કે આરોગ્ય તંત્ર કોરોનાના આંકડા છુપાવે પણ છે. ચોપડે પુરા આંકડા દર્શાવવામાં આવતા નથી. આ સ્થિતિ વચ્ચે ચોપડે દર્શાવેલા આંકડા પણ કોરોના બેફામ બન્યો હોવાનું પૂરવાર કરે છે.

કોરોનાએ સૌરાષ્ટ્રની હાલત અતી ખરાબ બનાવી દીધી છે. અનેક શહેરોમાં સ્મશાનમાં પણ વેઇટીંગ બોલે છે. બીજીતરફ મોતના આંકડામાં પણ તંત્ર દ્વારા ઢાંકપીછોડો કરવામાં આવતો હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.

રાજકોટમાં છેલ્લા ર4 કલાકમાં સરકારી ચોપડે 31 મોત દર્શાવવામાં આવ્યા છે પણ હકીકતમાં સ્મશાનોમાં લાંબુ વેઇટીંગ છે. જો સ્મશાનોમાં કોરોનાથી થયેલા મોતનો આંકડો તપાસીએ તો તે આંકડો સરકારી ચોપડે દર્શાવેલા આંકડાથી મોટો જ નીકળે છે.