Abtak Media Google News

કોરોના કહેર વચ્ચે આશ્ચર્યજનક રીતે માઈક્રો ક્નટેઈનમેન્ટ ઝોનની વિગતો જાહેર કરવાનું બંધ: હોસ્પિટલો ફરી ફૂલ થવા માંડી

દિવાળીના તહેવાર બાદ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ચિંતાજનક હદે વધી રહ્યું છે. ગઈકાલે શહેરમાં કોરોનાના ૯૬ કેસો નોંધાયા બાદ આજે બપોરે ૫ વાગ્યા સુધીમાં વધુ ૪૦ કેસો મળી આવ્યા છે. કોરોનાના વધતા જતાં કહેર વચ્ચે તંત્ર દ્વારા આશ્ચર્યજનક રીતે માઈક્રો ક્ધટેઈનમેન્ટ ઝોનની વિગતો જાહેર કરવાનું બંધ કરી દેવામાં આવ્યું છે.  ગઈકાલે શહેરમાં કોરોનાના ૯૬ કેસો મળી આવ્યા હતા. છેલ્લા ૨ દિવસથી કોરોનાનું સંક્રમણ વધતા તંત્ર હરકતમાં આવી ગયું છે. ગઈકાલ સાંજથી આજ બપોર સુધીમાં વધુ ૪૦ કેસો મળી આવતા શહેરમાં કોરોનાના કુલ કેસનો આંક ૯૮૯૧ એ પહોંચી ગયો છે. ૯૦૪૬ લોકો કોરોનાને મહાત કરવામાં સફળ રહ્યાં છે. એક તબક્કે રીકવરી રેટ ૯૩ ટકા સુધી પહોંચી ગયો છે જેમાં છેલ્લા કેટલાક દિવસથી ઘટાડો નોંધાયો છે અને હાલ ૯૧.૮૨ ટકાએ હોવાનું મહાપાલિકા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.  પોઝિટિવિટી રેટ ૨.૪૭ ટકા જેવો થઈ જવા પામ્યો છે. કોરોનાના વધતા જતાં સંક્રમણ વચ્ચે કોર્પોરેશનનું તંત્ર એલર્ટ ચોક્કસ થઈ ગયું છે પરંતુ છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં માઈક્રો ક્ધટેઈનમેન્ટ ઝોન જાહેર કરવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજકોટ શહેર અને જિલ્લામાં કોવિડ અને નોન કોવિડથી ૭ વ્યક્તિના મૃત્યુ નિપજયા છે. દિવાળી પૂર્વે કોરોના કાબુમાં આવી જતાં ખાનગી અને સરકારી કોવિડ હોસ્પિટલમાં ખાલી બેડની સંખ્યા વધી રહી હતી પરંતુ હવે કોરોનાના દર્દીથી હોસ્પિટલ ઉભરાવા લાગી છે. જો કે આજની તારીખ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં ૨૦૮૩ બેડ ખાલી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.