Abtak Media Google News

સૌરાષ્ટ્રમાં 1883 કેસો દર્શાવાયા: સરકારી ચોપડે રાજકોટ શહેરના કેસ ઘટાડીને અડધા કરી દેવાયા!! 

સૌરાષ્ટ્રભરમાં તંત્ર દ્વારા કોરોનાની આંકડાકીય રમત યથાવત રહી છે. જેમાં કેસમાં ઘટાડો દેખાડવા તંત્ર મથામણ કરી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં 1883 કેસો દર્શાવાયા છે. જેમાં સરકારી ચોપડે રાજકોટ શહેરમાં તો કેસ ઘટાડીને અડધા કરી દેવાયા હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરમાં છેલ્લા થોડા દિવસથી દરરોજ 600થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. સામે છેલ્લા 24 કલાકમાં આ કેસ ઘટાડીને માત્ર 397 જ દર્શાવવામાં આવ્યા છે.

રાજ્યભરમાં કોરોનાના કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સરકારી ચોપડે રાજ્યમાં 12553 કેસો સામે આવ્યા છે. જ્યારે બીજી તરફ 4802 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રની સ્થિતી જોઈએ તો સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં કેસ ઘટીને 1883 નોંધાયા છે.  રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 397 કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 119  કેસો નોંધાયા છે. આમ કુલ 516 કેસ નોંધાયા છે. સામે શહેરમાં 516 અને ગ્રામ્યમાં 118 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સામે કોરોનાને નાથવા શહેરમાં 3057 અને જિલ્લામાં 1536 લોકોનું વેકસીનેશન પણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં 12553 કેસ નોંધાયા, 4802 લોકોને ડિસ્ચાર્જ કરાયા: 1.25 લાખ લોકોને વેકસીનના ડોઝ અપાયા

જામનગરની સ્થિતિ જોઈએ તો શહેરમાં 307 અને ગ્રામ્યમાં 202 મળી કુલ 509 કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 131 અને ગ્રામ્યમાં 130  દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સામે શહેરમાં 1175 અને જિલ્લામાં 2500 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. આવી જ રીતે ભાવનગરની સ્થિતિ જોઈએ તો શહેરમાં 149 અને ગ્રામ્યમાં 111 કેસ નોંધાયા છે.

શહેરમાં 90 અને ગ્રામ્યમાં 25 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. શહેરમાં 1179 અને જિલ્લામા 1942 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. જૂનાગઢ શહેરમાં 93  અને ગ્રામ્યમાં 95  કેસ  નોંધાયા છે. જ્યારે શહેરમાં 60 અને જિલ્લામાં 115 લોકો ડિસ્ચાર્જ થયા છે. શહેરમાં 304 અને જિલ્લામાં 1309 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે.

જ્યારે દેવભૂમિ દ્વારકામાં 28 કેસ નોંધાયા છે. સામે 25 દર્દી ડિસ્ચાર્જ થયા છે.  1059 લોકોને વેકસીન પણ અપાઈ છે. ગીરસોમનાથ જિલ્લામાં 61  કેસ નોંધાયા છે. 7 દર્દી ડિસ્ચાર્જ થયા છે. અને 1872 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાં 70 કેસ નોંધાયા છે. સામે 42 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે અને 1093 લોકોનું વેકસીનેશન કરાયું છે. અમરેલી જિલ્લામાં 97  કેસ નોંધાયા છે.

109 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે અને 3401 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 80 કેસ નોંધાયા છે. 25 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે અને 1273 લોકોને વેકસીન આપવામાં આવી છે.

બોટાદ જિલ્લામાં 31 કેસ નોંધાયા છે. 20 દર્દી ડિસ્ચાર્જ થયા છે. સામે 178 લોકોને વેકસીન આપવામાં આવી છે. જ્યારે પોરબંદર જિલ્લામાં 42 કેસ નોંધાયા છે.સામે 14 દર્દી ડિસ્ચાર્જ થયા છે અને  1196 લોકોને વેકસીન પણ આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાનું સંક્રમણ તંત્ર દ્વારા જે દર્શાવવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં સંક્રમણ ખૂબ વધુ પ્રમાણમાં છે એવા પણ આક્ષેપો ઉઠી રહ્યા છે કે તંત્ર કેસના આંકડા છૂપાવવા બનતા તમામ પ્રયાસો કરી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.