Abtak Media Google News

ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરી, તાવ, શરદી, ગળામાં દુ:ખાવોએ લક્ષણો: ત્રણ-ચાર દિ’ થાક અને નબળાઇ રહે

અબતક રાજકોટ

રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરમાં દીનપ્રતિદીન કેસોની સંખ્યા ઘટી રહી છે. પરંતુ રસીનો ડોઝ લીધો ન હોય, ગંભીર પ્રકારની બિમારી હોય અને વૃધ્ધો કોરોના સંક્રમિત થયા હોય તેવા દર્દીઓને દાખલ થવાની જરૂરીયાત વધુ ઉભી થાય છે. વેલ્ટીલેટર અને મૃત્યુદરનો આંકડો ઉંચો આવ્યો છે.

લોકોએ ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરીછે.

ધીરે-ધીરે સ્થિતી થાળે પડતી જાય છે. બે સપ્તાહમાં મૃત્યુદરમાં ઘટાડો જોવા મળશે તેમ ગોકુલ હોસ્પિટલના સિનિયર તબીબ દિગ્વિજયસિંહ જાડેજાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું છે.કોરોનાના કેસમાં છેલ્લા અઠવાડીયાના પ્રમાણમાં કોરોનાના દર્દીમાં ઘટાડો થઇ રહ્યો છે. કોરોનાની પીક ઓછી થઇ હોવાના સંકેત મળી રહ્યા છે. આગામી 15 દિવસમાં કેસના પ્રમાણમાં મોટો ઘટાડો થશે.

કોરોના કેસના લક્ષણો કેવા છે. કોરોનાના લક્ષણો શરૂઆતના પંદર દિવસના ઠંડી, તાવ બે દિવસ આવવો, શરદી-ગળામાં દુ:ખાવો, શરીરમાં દુખાવો (કમર તથા પગમા), શરૂઆતના ત્રણ દિવસો પછી થાક અને નબળાઇ 3 થી 4 દિવસ રહેશે.શું દાખલ થતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. સામાન્ય રીતે પીક આવી ગયાના પાંચ-સાત દિવસો પછી દાખલ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. કારણ કે દાખલ થવાની જરૂરીયાત લક્ષણો દેખાવાના 7 થી 10 દિવસ પછી આવતા હોય છે.

Af0Ab69A 82E8 4Cf5 9C4D 91C6091Bd6Df

રસી લીધી ન હોય અને ગંભીર દર્દી મોતથી મૃત્યુદર વધુ

મૃત્યુદરમાં વધારો અને જ્યારે કેસ ઘટી રહ્યા છે. જ્યારે દાખલ દર્દીની સંખ્યામાં વધારો થાય ત્યારે મૃત્યુદરમાં પણ વધારો જોવા મળે છે. પીક પછી કેસ ઘટવા લાગે છે. પરંતુ દાખલ દર્દીની સંખ્યા વધે છે ત્યારે મૃત્યુદર પણ વધે છે. આમ 10 દિવસ સુધી આ ટ્રેન્ડ રહી શકે છે. પરંતુ સેક્ધડ વેવના પ્રમાણમાં દાખલ દર્દીની સંખ્યા ખૂબ જ ઓછી છે. 3 ટકા દર્દીને જ દાખલ થવાની જરૂરીયાત રહે છે અને મૃત્યુદર પણ ખૂબ જ ઓછો છે.જાન્યુઆરીના પ્રારંભથી ત્રીજો વેવ શરૂ થયેલા જેથી પીક જાન્યુઆરીના છેલ્લા અઠવાડીયા ખાતે આવી ગયેલી, હવે કેસો ઘટી રહ્યાછે.આગામી બે અઠવાડીયામાં નવા કેસોની સંખ્યા નજીવી થઇ જાય તેવી શક્યતા છે. મૃત્યુદર આગામી એક અઠવાડીયામાં ઘટવાની શરૂઆત થઇ જશે અને ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં ખતમ થવાની શક્યતાઓ છે.

ઓમિક્રોન હળવું ઇંફેક્શન તો મૃત્યુદર કેમ વધ્યો
ઓમિક્રોન ઇંફેક્શન મહદઅંશે હળવી અસર કરે છે પરંતુ નોન વેક્સિનેટેડ દર્દીઓ ખાસ કરીને મોટી ઉંમરના દર્દીઓ જેમને કેન્સર, લિવર, કિડનીની બિમારીઓ, ડાયાબીટીસ હૃદ્યની બિમારીમાં હોય અને દાખલ થવાની જરૂરીયાત પડતી હોય છે. અમુક કેસોમાં વેન્ટીલેટરની પણ જરૂરીયાત પડતી હોય છે. આ પ્રકારના દર્દીઓ જો ગંભીર બિમાર થાય તો મૃત્યુની સંભાવનાઓ વધે છે. કોવિડ ઇંફેક્શન હળવું હોય તેમ છતાં તેના કારણે કોમોર્બિડ કંડીશન જેમ કે કેન્સર, લિવર-કિડનીની, હૃદ્યની બિમારીઓ જે કંટ્રોલમાં હોય તે બગડીને ગંભીર થઇ શકે છે તથા મૃત્યુમાં પરિણમે છે.

શું બુસ્ટર ડોઝ જરૂરી છે?
હા, અત્યારના સમયે જેણે બે ડોઝ વેક્સીન લીધા હોય તેને બીજા ડોઝના 6 થી 8 મહિના બાદ ઇમ્યુનીટી ઓછી થઇ જાય છે. જે બુસ્ટર ડોઝ લીધા બાદ ઘણી વધી જાય છે. લાંબા સમય સુધી રહે છે. ઘણા દર્દીઓને વેક્સીનના બે ડોઝ લીધા હોવા છતાં ઇન્ફેક્શન થાય છે તથા દાખલ પણ થવું પડે છે. જેનું કારણ ઉપર મુજબ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.