કોરોના ઘડિક આવે ને જાય છે… આવું કેમ?

કોરોના આવ્યો ત્યારથી આપણે તેના ઘણા રૂપ જોઈ લીધા. ઘડીક પ્રથમ લહેર આવે,,, એમાંથી માંડ છુટકારો મળે ત્યાં વાયરસ થોડોક બ્રેક મારે અને હજુ માંડ હાશકારો થયો હોય ત્યાં પાછો આવે…. ને એને કહેવાય કોરોના વાયરસની બીજી લહેર આવી.

વિશ્વભરમાં ઘણા દેશો ત્રીજી તો ઘણા દેશો ચોથી લહેરમાં સપડાયા છે. ભારતમાં પણ આગામી ત્રીજી લહેરનો ખતરો તોળાઈ રહ્યો છે. ત્યારે ઘણાને વિચાર આવતો હશે કે આ કોરોના આવે છે ને જાય છે..!!! પણ હવે સાવ ક્યારે જાશે. વાઇરસ તેના વાતાવરણ અને સંરચના મુજબ પોતાનું સ્વરૂપ બદલતો રહે છે.

જેમ તે વધુ લોકો વચ્ચેથી પસાર થાય તેમ તેમ વધુને વધુ મજબૂત બનતો જાય છે આમ નવા નવા વેરીએન્ટ અને મ્યૂટન સામે આવતા હોય છે.