Abtak Media Google News

રાજયને ‘ડિજિટલ ગુજરાત’ બનાવવા કોમ્પ્યુટર વિભાગના પાયાના કર્મચારીઓનો સિંહ ફાળો

બીજી ડિસેમ્બર પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર શિક્ષા, રાજકોટ કોર્પોરેશન કચેરીના તમામ બ્લોક તેમજ જિલ્લા સ્ટાફ દ્વારા સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરી ‘વિશ્ર્વ કોમ્પ્યુટર લિટરસી દિન’ની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર વિશ્ર્વ જયારે ડીઝિટલાઇઝેશન તરફ હરણફાળ ભરી રહ્યુ છે ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી સરકારી કચેરીઓમાં કામ કરતા અનેક કોમ્પ્યુટર વિભાગના પાયાના કર્મચારીઓ જેવા કે એમ.આઇ.એસ, ડેટા એન્ટ્રી ઓપરેટર વગેરેએ તનતોડ મહેનત કરી આપણા ગુજરાતને ‘ડીઝીટલ ગુજરાત રાજય’ બનાવી રાજય તેમજ દેશની પ્રગતિમાં સિંહફાળો નોંધાવ્યો છે. આજે સરકારને કોઇપણ પ્રકાર કે વિભાગની માહિતી ફકત આંગળીના ટેરવે ઉપલબ્ધ છે. જેની પાછળ અનેક પાયાના કોમ્પ્યુટર વિભાગના ડેટા એન્ટ્રી ઓપરેટર અને એમ.આઇ.એસ.નો અથાગ પરિશ્રમ મહેનત છે. આવા કોમ્પ્યુટર ડેટા રીલેટેડ કામગીરી કરતા મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ (એમઆઇએસ)ડીપાર્ટમેન્ટના તમામ કર્મચારીઓ ખરેખર ધન્યવાદને પાત્ર છે. સરકાર દ્વારા તેઓની ઉમદા કામગીરીની નોંધ લઇને આવા પાયાના કર્મચારીઓને સરકાર બિરદાવશે તેવી આ વિભાગના કર્મચરીઓ આશા સેવી રહ્યા છે. આ તકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, વા. ચેરમેન ભારતીબેન રાવલ, તેમજ શિક્ષણ સમિતિ સદસ્ય તમામ, શાસનધિકારી તેમજ યુ.આર.સી. કો-ઓડીનેટર દિપકભાઇ સાગઠિયા, શૈલેષભાઇ ભટ્ટ, જીજ્ઞેશભાઇ માધડ, તેમજ સમગ્ર શિક્ષા જિલ્લા-બ્લોક સ્ટાફ તમામ ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે સમગ્ર શિક્ષા સ્ટાફ દ્વારા જણાવવામાં આવ્યુ કે કોમ્પ્યુટરમાં સચોટ માહિતી એન્ટર થાય તે ખૂબજ અગત્યની બાબત ગણવામાં આવે છે. આવી સચોટ એન્ટર કરેલી માહિતી પરથી દરેક વિભાગો એકાઉન્ટ વિભાગ, એસ.ટી.પી. વિભાગ, આઇ.ઇ.ડી. વિભાગ, જેન્ડર વિભાગ, પ્લાનિંગ અને મોન્ટિરીંગ વિભાગ દ્વારા આ માહિતીનું વિશ્ર્લેષણ કરી તેનો ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે તેઓની કારર્કીદી ઉતમ બની રહે છે. રાજય તેમજ દેશનો વિકાસ આજના સમયમાં કોમ્પ્યુટર પરના ડેટા પરથી વિશેષ‚પમાં ધ્યાનમાં લેવામાં આવે છે. આવી ઉતમ સેવા બજાવનાર સમગ્ર શિક્ષા કોમ્પ્યુટર વિભાગના કર્મચારીઓને પણ અન્ય કર્મચારીઓની જેમ સમાન કામ સમાન વેતન જેવો લાભો આપી સરકાર દ્વારા પ્રોત્સાહિત કરવામા આવે, તેમજ સમાજમાં કોમ્પ્યુટર કામગીરી, ટેકનોલોજી અને શિક્ષણ પ્રત્યે જાગૃતતા કેળવાય જેવા ઉમદા આશયથી આજ રોજ સમગ્ર શિક્ષા, રાજકોટ કોપોરેશન કચેરીના તમામ બ્લોક તેમજ જિલ્લા સ્ટાફ રાખીબેન દવે જીલ્લા એમ.આઇ.એસ. જયેશભાઇ સોરઠીયા બ્લોક એમ.આઇ.એસ. દેવીદાસ શ્રીમાળી, અમીતભાઇ રાધનપુરા, આરતીબેન કોટેચા ડેટા એન્ટ્રી ઓપરેટર તમામ સ્ટાફ દ્વારા ‘વિશ્ર્વ કોમ્પ્યુટર લિટરસી દિન’ની ઉજવણી સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન કરી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.