વિધવા મહિલાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારનાર કોર્પોરેશના કર્મચારીની ધરપકડ

હોટલ અને બ્યુટી પાર્લરમાં જઇ નરાધમે વિધવાને અવાર નવાર હવસનો શિકાર બનાવી હતી

રાજકોટ મૂનસીપાલટી કોર્પોરેશના કર્મચારીએ એક વિધવા ને લગ્નની લાલચ આપી તેને હોટલ અને બ્યુટી પાર્લરમાં જઈ અનેકવાર દુષ્કર્મ ગુજાર્યા હોવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાતા ચકચારમાંથી જવા પામે છે જે મામલે પોલીસે મનપાના કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી આગળની પૂછતાછ હાથધરી છે.

વિગતો મુજબ ભોગ બનનાર વિધવા મહિલાએ પોલીસને જણાવ્યું કે તેને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. તેના પતિનું પાંચેક વર્ષ પહેલા મૃત્યુ નિપજયું હતું. તે વીશેક વર્ષથી બ્યુટી પાર્લર ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ચાર વર્ષ પહેલા કુવાડવા રોડ પરના વિસ્તારમાં મનપા દ્વારા દુકાનની હરરાજી હોય ત્યાં તેનો સંપર્ક મનપામાં એસ્ટેટ શાખામાં નોકરી કરતા આરોપી ચેતન ધામેલીયા સાથે થયો હતો.આ સમયે તેણે હરરાજીમાં એક દુકાન ખરીદી હતી. આ દરમિયાન તે આરોપીના ભરોસામાં આવી ગઈ હતી. અને તેણે આરોપીને તેના પતિ ગુજરી ગયાની, બે સંતાન હોવાની અને પોતે બ્યુટી પાર્લર ચલાવતી હોવા સહિતની તમામ વાત કરી હતી.

આરોપીએ પણ તેને તેની અગાઉ ચાર વખત સગાઈ તુટેલ છે અને તેના લગ્ન જેતપુરની યુવતી સાથે થયા હોય લગ્ન એક વર્ષ રહ્યા બાદ યુવતીએ તેને છૂટાછેડા આપી દીધાની વાત કરી હતી. એટલું જ નહીં આરોપીએ તેને ‘મારે તારી સાથે લગ્ન કરવા છે તેમ કહી ભરોસો આપ્યો હતો.આ સમય દરમિયાન આરોપી તેને આરએમસી ઓફીસ પાસે આવેલી પર્લ હોટલમાં અવાર-નવાર લઈ જતો હતો અને તેની સાથે શરીર સંબંધ બાધતો હતો. તેમજ આરોપી તના બ્યુટી પાર્લર પણ જતો હતો અને શરીર સંબંધ બાંધતો હતો.

તે આરોપીને અવાર-નવાર લગ્ન કરવાની વાત કરતી હતી. પરંતુ આરોપી તેને લગ્ન કરવાના અવાર-નવાર વાયદાઓ આપતો હતો.ત્યારબાદ આરોપી ચેતનના બીજી જગ્યાએ લગ્ન નક્કી થયા હોવાનું ફરિયાદીને જણાવતા તેને પોતાની સાથે લગ્ન કરવાની વાત કરતા આરોપીએ તેને લગ્ન કરવાની ના પાડી દેતા મહિલાએ અંતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.