Abtak Media Google News

આ વર્ષની થીમ ‘મેલેરિયાને હરાવવા માટે તૈયાર’ અલગ-અલગ વોર્ડમાં જાહેર પ્રદર્શન, રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા અને રેલીનું આયોજન

 દર વર્ષે ૨૫ એપ્રિલને સમગ્ર વિશ્ર્વમાં ‘વિશ્ર્વ મેલેરિયા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ રેડી ટુ બેસ્ટ મેલેરિયા એટલે કે મેલેરિયાને હરાવવા માટે તૈયાર છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૨૫ એપ્રિલ વિશ્ર્વ મેલેરિયા દિવસ નિમિતે વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવનાર છે.

મેલેરિયા નિયંત્રણ માટે મચ્છર ઉત્પતિ અટકાવવી જરૂરી છે. જે માટે લોકોનો સહયોગ આવશ્યક છે. આરોગ્ય સમિતિ ચેરમેન મનીષ રાડીયા દ્વારા લોકોને ખાસ અપીલ છે કે પાણીના સંગ્રહના તમામ પાત્રો હવાચુસ્ત બંધ રાખવા, સીડી નીચેના ટાંકા હવાચુસ્ત બંધ થઈ શકતા નથી અને દર અઠવાડીયે સાફ પણ થઈ શકતા ન હોવાથી તેમાં દર અઠવાડીયે કેરોસીન નાખવું અથવા મોટા ટાંકા હોય તો તેમાં પોરાભક્ષક માછલી મુકવી. પાણી ભરવાની કુંડી પાણી ગયા બાદ કપડાથી કોરી કરી સાફ કરવી, ટાયર, ડબ્બા-ડુબ્બી તથા અન્ય ભંગારનો યોગ્ય સ્થળે નિકાલ કરવો, પક્ષીકુંજ, પશુને પાણી પીવાની રાખેલ કુંડી/ અવાડા નિયમિત સાફ કરવા.

કાલે વોર્ડવાઈઝ વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોમાં વોર્ડ નં.૧માં ધર્મેશ્ર્વર મંદિર, ધરમનગર મે.રોડ તથા ગંગેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે દર્શાનાર્થીને માછલી વિતરણ તથા આરોગ્ય શિક્ષણ, વોર્ડ નં.૨માં સત્યપ્રકાશ સ્કૂલ-બજરંગવાડી ૪માં વકતૃત્વ સ્પર્ધા તથા બહુમાળી ભવન પાસે જાહેર પ્રદર્શન, વોર્ડ નં.૩માં રૂખડીયા વાયરલેસ વિસ્તારમાં આંગણવાડી પાસે, વોર્ડ નં.૬માં જાહેર પ્રદર્શન, વોર્ડ નં.૪માં ભગવતીપરા આરોગ્ય કેન્દ્રની બાજુમાં રંગોળી અને રેલી તથા મોરબી રોડ આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રદર્શન, વોર્ડ નં.૫માં આઈ.એમ.એ. આરોગ્ય કેન્દ્ર ખાતે તથા પેડક રોડ, બાલક હનુમાન પાસે પ્રદર્શન, વોર્ડ નં.૬માં રામપાર્ક આરોગ્ય કેન્દ્ર, રામ પાર્ક, માનસરોવર સોસા. અને દેવકીનંદન સોસા.માં જાહેર પ્રદર્શન, વોર્ડ નં.૭માં ધોળકીયા સ્કૂલ-મનહર પ્લોટ-૭ની અંદર, લોહાનગર બગીચા પાસે ખોડીયાર મંદિરની અંદર તથા રામકૃષ્ણ આશ્રમમાં જાહેર પ્રદર્શન, વોર્ડ નં.૮માં ઘુલેશીયા સ્કૂલ, કોટેચા ચોક ખાતેથી માછલી વિતરણ અને જાહેર પ્રદર્શન તથા સ્વામિનારાયણ મંદિર ખાતેથી માછલી વિતરણ અને જાહેર પ્રદર્શન, વોર્ડ નં.૯માં યોગીનગર-૩ ખાતેથી માછલી વિતરણ તથા જાહેર પ્રદર્શન, વોર્ડ નં.૧૦માં કેન્દ્રીય વિદ્યાલય ખાતે રંગોળી અને ચિત્ર સ્પર્ધા તથા સેન્ટ મેરી સ્કૂલના વિદ્યાર્થી દ્વારા મેલેરિયા વિષયક રેલી, વોર્ડ નં.૧૧માં ક્રિષ્ણા પાર્ક શેરી નં.૧૧, મવડી ચોક ખાતેથી માછલી વિતરણ, નાનામવા આરોગ્ય કેન્દ્ર ખાતે રંગોળીનું આયોજન છે.

વોર્ડ નં.૧૨માં રસુલપરા, ઝમઝમ ચોક મસ્જીદની બાજુમાં વિસ્તારમાં આરોગ્ય શિક્ષણ તથા બજરંગ સોસા ખાતે માછલી વિતરણ અને જાહેર પ્રદર્શન, વોર્ડ નં.૧૩માં સરદાર પટેલ માયાણીનગર તથા બાનલેબ કવાટર્સમાં જાહેર પ્રદર્શન, વોર્ડ નં.૧૪માં પદમકુંવરબા હોસ્પિટલમાં અને ખોડીયાર મંદિર ખાતે જાહેર પ્રદર્શન, વોર્ડ નં.૧૫માં ગર્વમેન્ટ પોલીટેકનીક, ભાવનગર રોડ ખાતે તથા આઈટીઆઈ રાજકોટ ખાતે બપોરે વર્કશોપ, વોર્ડ નં.૧૬માં પ્રણામી ચોક આ કેન્દ્ર ખાતે રંગોળી તથા હુડકો શાકમાર્કેટ પાસે, વોર્ડ નં.૧૭માં જ્ઞાનમંજરી સ્કૂલ, મોરારીનગર-૩ તથા રામકૃષ્ણ શૈક્ષણિક સંકુલ, બાબરીયા ખાતે મેલેરિયા વિષયક રેલી, વોર્ડ નં.૧૮માં કોઠારીયા તાલુકા શાળામાં ચિત્ર સ્પર્ધા તથા કોઠારીયા આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રદર્શન અને રેલીનું આયોજન છે.

આરોગ્ય સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા દ્વારા લોકોને ખાસ નમ્ર અપીલ કરવામાં આવેલ છે કે, ગુજરાત સરકારે ૨૦૨૨ સુધીમાં મેલેરિયા નાબુદી અભિયાન શરૂ કરેલ છે તો આ અભિયાનમાં સહયોગ આપી મેલેરિયા નાબુદી કામગીરીમાં સહકાર આપે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.