Abtak Media Google News

અખાદ્ય બરફના ઉપયોગથી કમળો, ટાઈફોઈડ, કોલેરા, મરડો અને ઝાડા-ઉલ્ટી જેવા રોગ થઈ શકે: કેન્દ્ર સરકારના એફએસએસઆઈ અન્વયે નોટીફીકેશન

અખાદ્ય કે બિનઆરોગ્યપ્રદ બરફનો ઉપયોગ કરવાથી પાણીજન્ય રોગ જેવા કે કમળો, ટાઈફોઈડ, કોલેરા, મરડો કે ઝાડા-ઉલ્ટી થઈ શકે છે. લોકોને આરોગ્યપ્રદ બરફ મળી રહે તે માટે ભારત સરકારે એફએસએસઆઈ અન્વયે એક નોટીફીકેશન બહાર પાડયું છે. જેમાં અખાદ્ય બરફનું વેચાણ બ્લુ કલરમાં જ કરવા ફરજીયાત બનાવાયું છે. આ અંગે આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા જાહેરનામું પ્રસિઘ્ધ કરવામાં આવ્યું છે.

આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, ઉનાળાના દિવસોમાં બરફનો ઉપયોગ ખુબ જ વધે છે. ૯૫ ટકા બરફનો ઉપયોગ આઈસ ફેકટરીના બરફથી જ કરવામાં આવે છે. ત્યારે લોકોને એ વાતની જાણકારી હોતી નથી કે આઈસ ફેકટરીવાળા ખાદ્ય બરફ બનાવે છે કે અખાદ્ય ? પરીણામે અખાદ્ય બરફ કે જે ઈન્ડસ્ટ્રીયલ ઉપયોગ માટે છે તેની લોકો જાતે જ જાણકારી મેળવી શકે તે માટે દરેક આઈસ ફેકટરીવાળાઓએ અખાદ્ય બરફ બ્લુ કલરનો કરી વહેંચવાનો રહેશે.

આ માટે ઈન્ડીગો કાર્મીન અથવા બ્રિલયન્ટ બ્લુ ૧૦ પીપીએમ સુધીનો ઉપયોગ કરવાનો રહેશે. ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગ થતા બરફના પાણીના સ્ત્રોતનું ૧૫ દિવસે બેકટોરીલોજીકલ તથા કેમિકલ પરીક્ષણ કરવાની સ્થળ ઉપર રીપોર્ટ રાખવાનો રહેશે. બરફ બનાવવા માટે પાણીનું યોગ્ય પઘ્ધતિથી જંતુ મુકત કરવાનું રહેશે. જયારે પાત્રો કાટરહિત ફરજીયાતપણે રાખવાના રહેશે. ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે આઈસ ફેકટરીના માલિકોએ આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અન્યથા તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.