સત્તા, સંગઠન અને સમાજનો સેતુ બને નગરસેવક: ધનસુખ ભંડેરી

પ્રજામાં પ્રિય કેમ રહેવું?

નગરસેવકો વોર્ડમાં કાર્યાલય ખોલી લોકોના પ્રાથમિક પ્રશ્ર્નોને વાચા આપી ફરજ નિભાવે: નીતિન ભારદ્વાજ ક્ષ નગરસેવકના માધ્યમથી લોકોની સેવા કરવાનો અવસર મળ્યો છે ત્યારે તેને સાર્થક કરીને પાર્ટીને વટવૃક્ષ બનાવીએ: કમલેશ મિરાણી

રાજ્યના ૬ મહાનગરોમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. ત્યારે આજરોજ રાજકોટ મહાનગરપાલિકાના જીતેલા ઉમેદવારોની પાર્ટીના સિનિયરો સાથે રાણીગા વાડી ખાતે બેઠક મળી હતી. જેમાં નવા જીતેલા કોર્પોરેટરોનો પરિચય કરાવવામાં આવ્યો હતો. અને કોપોરેટરનો ચાર્જ સંભાળિયા પછી કામગિરી વિશે માહિતગાર કારવામાં આવ્યા હતા. ભાજપ શહેર પ્રમુખ કમલેશ મીરાણીએ અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે રાજકોટની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને જબરજસ્ત જન સમર્થન આપ્યું છે ત્યારે ચૂંટાયેલા ૬૮ કોર્પોરેટરનું પાર્ટી સાથે મિટિંગ યીજવામાં આવી છે. જેનો હેતુ નવા ચૂંટાયેલા કોર્પોરેટર ઓળખાણ થાઈ અને આગળનું માર્ગદર્શન મળી રહે. પ્રજાએ ભાજપના ઉમેદવારોની ભવ્ય જીત અપાવી છે. ત્યારે લોકોના કામ થાય તે જવાબદારી અમારી છે. કોર્પોરેસનના હોદા પર બેસી પ્રજાના કામો કરે તેવું માર્ગદર્શન અપવામાં આવશે.

ધનસુખ ભંડેરીએ અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે લોકોના ભારતીય જનતા પાર્ટી પ્રત્યેના પ્રેમે અમને ભવ્ય વિજય અપાવ્યો છે.  કોર્પોરેટરોની સક્રીયતાથી કોર્પોરેશનમાં કામો થતા રહે. અને પાર્ટીમા પણ સક્રિયતા વધે અને પ્રજા સાથે સંપર્કનો સેતુ બંધાયેલો રહે તે માટેનો માર્ગદર્શનનો આજે કાર્યક્રમ છે. આજે નવી ટિમ સાથે મિલાપ અને માર્ગદર્શન કાર્યક્રમ છે. ભાજપનો ભવ્ય વિજય થયો છે. ત્યારે પ્રજાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવનાર દિવસોમાં રાજકોટ સુંદર માથી અતિસુંદર સર્વોત્તમ માંથી અતિ સર્વોત્તમ થાય તેવા લક્ષ સાથે આગળ વધિશું.

ઉદય કાનગડે અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે, રાજકોટની જનતાએ ૭૨ માંથી ૬૮ ઉમેદવારો પર આશીર્વાદ વરસાવ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ જે વિકાસના કામો કર્યા છે. તેને લોકોએ વધાવ્યા છે. નવા ચૂંટાયેલા કોર્પોરેટર સાથે આજે બેઠક મળી છે. ૬૮ ચૂંટાયેલા તમામાં ઉમેદવારો ને જે તે જવાબદારી સોંપવાનુ કામ પાર્લામેન્ટરી કરશે. નીતિનભાઈ ભરદ્વાજે અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે કોર્પોરેસનના ચૂંટાયેલા ૬૮ નવા કોર્પોરેટરોમાં સિનિયરો, યુવાઓ અને નવા પણ છે. તે તમામના અધાર પર ભારતીય જનતા પાર્ટી કામ કરનાર છે. વિકાસની દિશામાં કોર્પોરેટરો સાથે મળીને કામ કરે આવનાર ૫ વર્ષ આપેલા વચનોને પુરા કરીયે સુવિધા પરીપૂર્ણ કરીએ અને રાજકોટનો વધુ વિકાસ થાઈ તે માટે તમામ કોર્પોરેટરો સાથે બેઠક યીજાઇ હતી.