Abtak Media Google News

આજે કોંગ્રેસનો સ્થાપના દિવસ છે ત્યારે કોંગ્રેસે આજના દિવસે ખરા અર્થમાં આત્મ મંથન કરવું પડે તેવી પરિસ્થિતિ નિર્માણાધીન થઈ છે. કોંગ્રેસ હાલ કપરા કાળમાંથી પસાર થઇ રહ્યું છે. એક સમયે સમગ્ર દેશમાં સતાની બાગદોડ સંભાળનાર કોંગ્રેસ હાલ મોટાભાગના રાજ્યોમાં હાસિયામાં ધકેલાઈ ગઇ છે ત્યારે આજના દિવસે કોંગ્રેસે સંકલ્પબદ્ધ થવાની જરૂરિયાત છે.

રાજકોટ વોર્ડ નં 16

શું કહે છે ભાજપ?

Vlcsnap 2020 12 28 09H17M48S401

કોંગ્રેસના સ્થાપના દીને વોર્ડ નં. ૧૬ના ભાજપ પ્રમુખ ભાર્ગવ મિયાત્રાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે કોંગ્રેસનો ૧૩૬મો સ્થાપના દિવસ છે પરંતુ તેની કામગીરી જોઈ એવું લાગતું નથી. કોંગ્રેસનો ભવ્ય ભૂતકાળ હતો પણ આજે એ દિવસો હવે રહ્યા નથી. ઈન્દ્રનીલ રાજ્યગુરૂ જ્યારે અમારા વિસ્તારના ધારાસભ્ય હતા ત્યારે એકવાર પણ અહીં ફરકયા નથી. જ્યારે આજે ભાજપ સતત ગતિશીલ રહ્યું છે અને અમારા ભાજપના કાર્યકત્તાઓ ચૂંટણી માટે હરહંમેશ ત્યાર જ હોય છે લડવાના મૂડમાં જ હોય છે. અમારી પેનલ વિકાસના કામો જ કરે છે. જ્યારે જ્યારે ચૂંટણી આવે

ફક્ત ત્યારે જ કોંગ્રેસના કાર્યકર્તાઓ વોટ માંગવા નીકળે છે. જ્યારે ભાજપમાં કોઈપણ એવો સ્થાપના દિવસ હોય કે કાઈ કાર્યક્રમ હોય કાર્યકર્તા તમામ હાજર રહે છે. કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા છેલ્લા ૫ વર્ષમાં કોઈ કામો થયા નથી જેથી ચોક્કસથી કહી શકાય કે આ વર્ષે વોર્ડ ન. ૧૬માં ભગવો લેહરાશે.

શું કહે છે કોંગ્રેસ?

Vlcsnap 2020 12 28 09H17M59S598

વોર્ડ ન.૧૬ના કોંગી કોર્પોરેટર રસિલાબેન ગરૈયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વોર્ડ ન.૧૬માં કોંગ્રેસની જ પેનલ છે. એટલે પ્રજાને વિશ્વાસ છે જ જેથી અમને ચૂંટયા છે. અને આજે ૧૩૬મો કોંગ્રેસ સ્થાપના દિવસ ત્યારે અમે સાદાઈ પૂર્વક ઉજવણી કરી છે. કોંગ્રેસનો ભૂતકાળ ભવ્ય જ છે હાલ પ્રદેશ લેવલે કોંગ્રેસ થોડી પાછળ છે પરંતુ આગામી દિવસોમાં અમે એકજૂથ બની લડીશું અને આગળ આવશું જ. ભાજપ દ્વારા હાલની મહામારીમાં પણ લોકોને ભેગા કરી કાર્યક્રમો કરે છે. જ્યારે અમારા વિસ્તારમાં લોકહિતના કાર્યક્રમો કરી તો પણ ધરપકડ કરી

લેવામાં આવે છે. પરંતુ અમારા વોર્ડના લોકોને ખબર જ છે કે કોંગ્રેસ લોકોના પ્રશ્નો હલ કરે છે અને હરહંમેશ તેની સાથે જ છે. એટલે આ ચૂંટણીમાં પણ કોંગ્રેસની જીત નિશ્ચિત છે.

શું કહે છે પ્રજા?

Vlcsnap 2020 12 27 17H52M16S074

અબતક સાથેની વાતચીત દરમિયાન વોર્ડ નં.૧૬ ના રહેવાસીઓએ જણાવ્યું હતું કે અમારા વોર્ડમાં કોંગ્રેસ કોર્પોરેટરની પેનલ છે. અમારા વોડમાઁ  ઘણા બધા વિકાસ કામો થયાં છે. અને ઉમેદવાર અને પક્ષ બન્નેને ઘ્યાને રાખીને મતદાન કરીએ છીએ. અમને આશા હોઇ છે કે અમે ચુંટેલા ઉમેદવારો વોર્ડમાં વિકાસ લક્ષી કાર્યો કરશે. અમારા વોર્ડમાં હાલ કોંગ્રેસની પેનલ છે.

અત્યારે મોંધવારી કોરોના ના કારણે ઘણી મુશ્કેલી પડી છે ત્યારે જો કોંગ્રેસનું શાસન આવે તો કાંઇક બદલાવ આવશે તેવું લાગે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.